આપણે રોજે રોજ સવારે નાસ્તાથી લઇ રાતના જમવા સુધી, અનેક વિવિધ વાનગીઓ આપણી માતા, બહેન અને પત્ની બનાવી આપે છે. હાલમાં આપણી ઉમર આશરે ૪૦ વર્ષ ગણો તો લગ્ન થતા પહેલા 20 વર્ષ માતાનાં હાથે, લગ્ન પછી 20 વર્ષ પત્નીનાં હાથે આ બધી વાનગીઓ તમે ખાધી હશે હવે આ રકમનો ૪૦ વર્ષનો સરવાળો કરો તો તમને ચક્કર આવી જશે તમારી આંખો ફાટી જશે. હવે આ આપણા ઘરની મહિલાઓની કદર તો થવી જ જોઈએ. તમને બરાબર નાસ્તો ચાહ પાણી, શર્ટ પેન્ટ, ચશ્મા, મોજા રૂમાલ, અને હવે તો મોબાઈલ પણ યાદ રાખીને કોણ આપે છે?
સવારે બધા કરતા પહેલા ઊઠી રાતે બધા કરતા મોડી સુતી પત્નીનાં કામ પર નજર નાખી છે કદી? આપણે કદી આ ૨૪/૭ ના કામની કદર તો કરતા નથી પણ ઊલટું અપમાન કરીએ છીએ. જેમતેમ બોલિએ છે. તારીફ ના બે શબ્દો આપણા મોઢામાંથી ભાગ્યે જ નીકળે છે. આ લોકોના પરસેવા નીતરતા, ખરા દિલથી કરેલા કામોની કદર કરતા ક્યારે શીખીશું? આપણે સાચે જ આપણી સોચ, આપણા વિચારો બદલવાની જરૂર છે. નહીં તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે સ્વર્ગમાં તો શું નરકમાં પણ જગ્યા નહીં મળે.
આંબાવાડી, સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.