આજે દરેક વિવિધ ક્ષેત્રે સરકારી હોય કે પછી ખાનગી ક્ષેત્રે જુદી જુદી નોકરીના પદ માટે જરૂરી ઉંમર, જરૂરી શિક્ષણ અને યોગ્ય અનુભવ માંગે છે. તો પછી દેશના સર્વોચ્ચ પદ એટલે રાષ્ટ્રપતિના પદ માટે જરૂરી ઉંમર, શિક્ષણ અને અનુભવની કોઇ જરૂર નથી? વર્ષોથી સત્તાધારી સરકાર બહુમતીના બળેથી તેમના મનગમતા ઇચ્છિત ઉમેદવારની રાષ્ટ્રપતિના પદ માટે પસંદગી કરે છે? તેમને કોઇ પ્રશ્ન મુંઝવણવાળું નથી? તો લોકશાહી દેશમાં જે નીતિ નિયમ પ્રજા માટે છે એ જ નિયમો સરકારને પણ લાગુ પડે. એ માટે સર્વ પક્ષોની સર્વ સંમતીથી બંધારણમાં જરૂરી સુધારો કરી, નવો કાયદો અમલમાં મુકવો જોઇએ. જે અનુસાર રાષ્ટ્રપતિના પદ માટે પણ જરૂરી શિક્ષણ ઉપર અમે જરૂરી અનુભવની જોગવાઇ હોવી જ જોઇએ. જેમ કે એક દેશ અને એક કાયદો હોવો જ જોઇએ.
સુરત – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.