આસ્થાનાને રીટાયરમેન્ટ અગાઉ દિલ્હીમાં નિયુકતી મુદ્દે આલમે અને પ્રશાંત ભૂષણે નિયુકતીને પડકારી ન્યાયાલયમાં કેઇસ કરેલો. કોર્ટે નિયુકતીને માન્ય રાખતો ચુકાદો આવી ગયો. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની દશા બગડતા હિંસા દ્વારા પોલીસોને પણ યાતનાઓ ભોગવવી પડી. સમાજના રક્ષક એવા પોલીસોને ગંભીર રીતે ઘાયલ કરી આંદોલનોએ જે ભોગ લીધો આથી પોલીસની છાપ ઘટવા લાગી હતી આવા સમયે કડક પ્રશાસનિક પોલિસ વડાની જરૂર હતી. ગુજરાત કેડરના અને વડાપ્રધાન મોદીના માનીતા જેવા અસ્થાના વિરુધ્ધ આંદોલનકારીઓનો વિરોધ સમજવા પાત્ર છે. અસ્થાનાએ કોર્ટમાં બચાવમાં કહ્યું કે દ્વેષથી પ્રેરાઇને મારી સામે આક્ષેપો થાય છે. કેન્દ્ર સરકારે પોતાના બચાવમાં જણાવ્યું કે જનહિતમાં પગલું લેવાયેલ હતું. દિલ્હીમાં આસ્થાનાની મોજૂદગીમાં હિંસાખોરો હાવી નહીં બને એ નિશ્ચિત થઇ ચૂકયું છે.
અમદાવાદ – અરૂણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.