નવી દિલ્હી: એપલે (Apple) વિશ્વની નંબર 1 કંપની તરીકેનો તાજ ગુમાવી દીધો છે. હવે સેમસંગે વિશ્વભરમાં મોબાઈલ શિપમેન્ટના સંદર્ભમાં જીત મેળવી છે અને નંબર-1નું સ્થાન હાંસલ કર્યું છે. આ સિવાય Xiaomiનો રેન્ક જાહેર કરવામાં આવ્યો છે. રિસર્ચ અને ડેટા ફર્મ IDCના રિપોર્ટમાંથી આ માહિતી મળી છે.
વિશ્વની ટોચની સ્માર્ટફોન નિર્માતા કંપનીનો તાજ હવે એપલના (Apple) હાથમાંથી છીનવાઈ ગયો છે. હવે સેમસંગ (Samsung) ટોચના ફોન નિર્માતાના સ્થાને ફરી પહોંચી છે. હકીકતમાં એપલના શિપમેન્ટમાં 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ડેટા રિસર્ચ ફર્મ IDCએ રવિવારે આ જાણકારી આપી હતી. વૈશ્વિક સ્માર્ટફોન (SmartPhone) શિપમેન્ટમાં 7.8 ટકાનો વધારો જોવા મળ્યો છે. જાન્યુઆરીથી માર્ચ સુધીમાં 289.4 મિલિયન યુનિટ્સ મોકલવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન સેમસંગ 20.8 ટકા માર્કેટ શેર સાથે પ્રથમ સ્થાને આવી ગયું છે. જ્યારે એપલ બીજા ક્રમે પહોંચી ગઈ છે.
આઈફોન (iPhone) ઉત્પાદક એપલે ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં સારું પ્રદર્શન કર્યું હતું અને સેમસંગને હરાવીને નંબર 1નું સ્થાન હાંસલ કર્યું હતું. હવે તે ફરી એકવાર બીજા ક્રમે આવી ગયું છે અને તેનો બજાર હિસ્સો 17.3 ટકા છે.
પ્રથમ ક્વાર્ટરમાં એપલનું શિપમેન્ટ 50.1 મિલિયન આઈફોન (iPhones) હતું. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન કંપનીએ 55.4 મિલિયન યુનિટ્સ મોકલ્યા હતા. આ માહિતી IDC પાસેથી લેવામાં આવી છે.