Vadodara

ડોર ટૂ ડોર કચરા કલેકશનના ડ્રાઈવરો અને મજૂરોનો દેખાવ

વડોદરા : મહાનગરપાલિકા માં કોન્ટ્રાક્ટર ટુ ડોર કચરા કલેકશન માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. ૨૫૦થી વધુ ડ્રાઇવરો અને મજૂરો હડતાલ પર ઉતરી ગયા હતા. કોન્ટ્રાક્ટર દ્વારા નક્કી કર્યા પગાર આપવામાં ન આવતા.વડસર બ્રીજ પાસે ભેગા થઈને કામગીરીનો વિરોધ કર્યો હતો છેલ્લા ત્રણ મહિનાથી પગાર કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવ્યો નથી તે આપવામાં આવશે તો અમે અમારા વતન જતા રહીશું.

મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત વડોદરા શહેરના ઘરે ઘરે જઈ કચરો એકત્રિત કરતા ડોર ટુ ડોર કચરા નો 4 ઝોન માં કોન્ટ્રાકટ આપવામાં આવે છે .ડોર ટુ ડોર કચરો એકત્રિત કરનાર ના હંગામી કર્મચારીઓને 3 મહિનાનો પગાર ચુકવણી વગર રજા પર ઉતારી દેવાતા વિવાદ સર્જાયો છે. મહાનગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક ડોર ટુ ડોર કચરા નો આપવામાં આવે છે તેમાં કોન્ટ્રાક્ટરો મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી ડ્રાઇવરો અને મજૂરો ત્યાં થી કામ માટે લાવે છે જ્યારે તેઓને નક્કી થયા મુજબ નો રૂપિયા 2200 આને બદલે 15000 પગાર આપવામાં આવે છે. પાલિકા દ્વારા ચાર ઝોનમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. સ્વચ્છ કોર્પોરેશન, સીડીસી, ઓમ સ્વચ્છતા કોર્પોરેશન અને વેસ્ટન કંપની નામની એજન્સી નો સમાવેશ થાય છે. કોન્ટ્રાક્ટરો દ્વારા ડ્રાઈવરોને મજૂરોનું શોષણ કરવામાં આવે છે.

શહેરના દક્ષિણ ઝોનમાં ફરજ બજાવતા 250 થી વધુ કર્મચારીઓને કોન્ટ્રાક્ટર દ્વારા ફરજ પર આવવાની ના પાડી દેતા કર્મચારીઓ વડસર બ્રીજ પાસેના કચરા એકત્ર કરવાના સ્થળે એકત્રિત થયા હતા અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પુનઃ ફરજ પર લેવાની સાથે બાકી પગાર ચૂકવણી ની માંગ કરી હતી. સાથેજ આક્ષેપ કર્યા હતા કે પગાર પણ પૂરતો ધારાધોરણ મુજબ આપવામાં આવતો નથી. અને અમારો 3 માસનો બાકી પગાર આપી દેવામાં આવશે તો અમે અમારા વતન ચાલ્યા જઈશું. કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ હોબાળો મચાવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં કોન્ટ્રાક્ટર પગાર ચુકવણીની વાત કરતાં મામલો હાલ પૂરતો થાળે પડ્યો હતો.

Most Popular

To Top