સરકારના આરોગ્ય, શિક્ષણ, ગ્રામ વિકાસ, શહેરી વિકાસ, પંચાયત, કાયદો વિ. મંત્રાલયો કે સરકારી નિગમો, બોર્ડ વિ. જ્યારે કોઈ પરિપત્ર પ્રગટ કરે છે ત્યારે તેના પર સરનામું હોતું નથી. ખરેખર દરેક સરકારી તંત્રના પરિપત્ર પર સરનામું, ફોન નં. વગેરે હોવા જોઈએ. કોઈ નાગરિકને તેના સંબંધમાં રજૂઆત કરવી હોય તો તેને સરળતા રહે. દરેક સરકારી તંત્ર, વિભાગ, નિગમ કે બોર્ડ આ વાતનો ખ્યાલ રાખવો જોઈએ. દરેક સરકારી તંત્ર, વિભાગ, વ.ને બીજી અપીલ એ છે કે પત્ર જેમાં બીડેલ હોય તે કવર પર ગુંદર લગાડવાના બદલે પીન લગાવવામાં આવે છે. ટપાલમાંથી કાગળ કાઢતી વખતે ઘણી વખત આ કાગળ ફાટી જાય છે અથવા કવર ફાટી જાય છે. વળી લોકોને પીન કાઢી જ્યાં ત્યાં ફેંકી દેવાની ટેવ હોય છે. તેથી પીન બીજાના પગમાં વાગે છે. આ પીન એકવાર ઉપયોગમાં લેવાયા બાદ નકામી બને છે. આથી દરેક સરકારી તંત્ર, વિભાગના રવાનગી વિભાગ પીન લગાવવાના બદલે ગુંદર લગાવવાનો ખ્યાલ રાખે તેવી અપીલ છે.
પાલનપુર – અશ્વિનકુમાર ન. કારીઆ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દરેક સરકારી તંત્ર વિભાગને અપીલ
By
Posted on