Gujarat

APL કાર્ડધારકોને કુટુંબ દિઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો દાળ અને ૧ કિલો ખાંડ અપાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સિંગ કેબિનેટ બેઠકે રાજ્યના ૬૦ લાખથી વધુ APL-1 રેશનકાર્ડ ધારકો એટલે કે ૩ કરોડથી વધુ મધ્યમ વર્ગીય પરિવારો અને લોકોના હિતમાં નિર્ણય કર્યો હતો.આ અનાજ વિતરણની અન્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને આદેશ આપી દેવામાં આવ્યા છે, અને વિતરણની તારીખો હવે જાહેર કરવામાં આવશે.રાજ્યના મધ્યમ વર્ગીય પરિવારો APL-1 ના કાર્ડધારકો જેઓને રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અંતર્ગત અનાજ મળતું ન હતું તેવા તમામ ૬૦ લાખથી વધુ APL-1 કાર્ડધારકોને મધ્યમ વર્ગના લોકો ને કુટુંબ દિઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો દાળ અને ૧ કિલો ખાંડ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે આપવામાં આવશે.
મુખ્યમંત્રી રૂપાણીએ કહયું હતુ કે, રાજ્યમાં અંત્યોદય અને PHH એવા ૬૬ લાખ પરિવારોને એપ્રિલ માસનું અનાજ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું છે, ત્યાર બાદ ૩.૪૦ લાખ થી વધુ એવા કાર્ડધારકો જેઓને NFSA અંતર્ગત માત્ર ખાંડ અને મીઠું જ મળતા હતા તેવા પરિવારોને પણ ઘઉં, ચોખા અને દાળ વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે.
એટલું જ નહિ, રાજ્યમાં અત્યંત ગરીબ, શ્રમજીવી, અન્ય પ્રાંત-રાજ્યના શ્રમિકો જે રેશનકાર્ડ ધરાવતા નથી તેમને પણ અન્નબ્રહ્મ યોજના અન્વયે પ્રવર્તમાન સ્થિતીમાં વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. હવે, મધ્યમ વર્ગ ના APL-1 કાર્ડધારકોને પણ આવું અનાજ વિનામૂલ્યે પ્રવર્તમાન પરિસ્થિતીમાં આપવાનો નિર્ણય રાજ્ય મંત્રીમંડળે કર્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top