World

એન્થોની અલ્બનીઝ બીજી વખત ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન તરીકે ચૂંટાયા, PM મોદીએ અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે એન્થોની અલ્બનીઝને તેમની જંગી જીત અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન તરીકે ફરીથી ચૂંટાયા બદલ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેઓ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે તેમની સાથે કામ કરવા આતુર છે. અલ્બનીઝ વડા પ્રધાન તરીકે સતત બીજી વખત ત્રણ વર્ષનો કાર્યકાળ જીતનારા પ્રથમ ઓસ્ટ્રેલિયન બન્યા છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન તરીકે ફરીથી ચૂંટાઈ આવવા બદલ એન્થોની અલ્બેનીઝને અભિનંદન અને તેમની મહાન જીત બદલ,” આ મહાન વિજય દર્શાવે છે કે ઓસ્ટ્રેલિયાના લોકોને હજુ પણ તમારી નેતૃત્વ ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે આગળ લખ્યું, ‘હું ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ઊંડી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિના આપણા સહિયારા ધ્યેયને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું.’

ઓસ્ટ્રેલિયામાં શનિવારે સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું. ચૂંટણીમાં મોંઘવારી અને રહેઠાણની અછત જેવા મુદ્દાઓ મુખ્ય રહ્યા. સવારે આઠ વાગ્યે મતદાન શરૂ થયું. અગાઉ પોસ્ટલ વોટિંગ 22 એપ્રિલે જ શરૂ થયું હતું. ઓસ્ટ્રેલિયા એવા થોડા દેશોમાંનો એક છે જ્યાં મતદાન ફરજિયાત છે. વર્ષ 2022 માં યોજાયેલી છેલ્લી સામાન્ય ચૂંટણીમાં 90 ટકા મતદાન થયું હતું. વડા પ્રધાન એન્થોની અલ્બનીઝ બીજી મુદત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમનો મુકાબલો કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પીટર ડટન સામે હતો.

ઓસ્ટ્રેલિયન સંસદમાં બે ગૃહો છે. ઉપલા ગૃહને સેનેટ અને નીચલા ગૃહને પ્રતિનિધિ ગૃહ કહેવામાં આવે છે. ભારતની જેમ નીચલા ગૃહમાં બહુમતી મેળવનાર પક્ષ અથવા ગઠબંધનનો નેતા વડા પ્રધાન બને છે. આજે તેની 150 બેઠકો માટે મતદાન યોજાયું હતું.

Most Popular

To Top