SURAT

SVNITમાં રેગિંગ કે મસ્તી?, સ્ટુડન્ટને બેલ્ટથી મારવાનો વધુ એક વીડિયો વાયરલ

સુરતની એસવીએનઆઇટી (SVNIT)નો બર્થ ડે સેલિબ્રેશન પર વિદ્યાર્થીઓને પટ્ટા મારવાનો વધુ એક ઘટના સામે આવી છે. જેમાં સેકેન્ડ યરનો વિદ્યાર્થી બાસ્કેટ બોલના મેદાનમાં બોલ નાખવાના બાસ્કેટના થાંભલા સાથે અન્ય વિદ્યાર્થીને બાથ ભીડાવીને એક પછી એક એમ વારંવાર પટ્ટા મારી રહ્યો છે. માર ખાનાર વિદ્યાર્થી બૂમાબૂમ કરે છે. જો કે, આખી ઘટના જોયા બાદ પણ એસવીએનઆઇટીના ઉચ્ચ અધિકારીઓ તેને બર્થ ડે સેલિબ્રેશનની પ્રથા ગણાવી રહ્યા છે, જેને બંધ કરાવી હોવાનું કહે છે.

એસવીએનઆઈટીના ડીન સંજય પટેલે કહ્યું કે, વીડિયો ગયા વર્ષનો છે, માર ખાનારા વિદ્યાર્થીએ બર્થ ડે સેલિબ્રેશનની પ્રથા ગણાવી હતી. હાલમાં આ પ્રથા પર પ્રતિબંધ મૂકાવ્યો છે. ત્યારે આગામી સમયમાં આ પ્રકારની ઘટના જો સામે આવી તો કાયદેસરના પગલાં ભરવામાં આવશે.

માર ખાનારા વિદ્યાર્થીએ કહ્યું કે, તે મારો બાળપણનો મિત્ર છે. તેઓ મને બર્થ-ડે બમ આપી રહ્યા છે. આ રેગિંગ નથી. જેમણે આ વીડિયો અપલોડ કર્યો છે તેઓએ ડિલિટ કરી દેવો જોઈએ. જો કે, લોકો કહી રહ્યા છે કે, આ પ્રકારનો માર મારવો તે કેટલો યોગ્ય છે. જો આમ જ રેગિંગ કરવામાં આવશે તો અન્ય વિદ્યાર્થીઓને તકલીફ પડી શકે છે. પરંપરાના નામે રેગિંગ થતું હોય શકે છે.

Most Popular

To Top