નવી દિલ્હી: ઠગ સુકેશ ચંદ્રશેખરે(Sukesh Chandrasekhar) વધુ એક પત્ર(Latter) લખ્યો છે. આ પત્રમાં સુકેશ દ્વારા કરવામાં આવેલા ખુલાસાઓ વધુ ચોંકાવનારા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને લખેલા આ પત્રમાં કેજરીવાલ(Kejriwal) પર મોટા આરોપો લગાવ્યા છે. સુકેશે પત્રમાં કેજરીવાલને પૂછ્યું કે જો હું દેશનો સૌથી મોટો ઠગ છું તો મારા જેવા ગુંડાને રાજ્યસભાની સીટ આપીને 50 કરોડ રૂપિયા કેમ લીધા?
મને 500 કરોડ રૂપિયા ભેગા કરવાનું કહ્યું: સુકેશ ચંદ્રશેખર
સુકેશ ચંદ્રશેખરે લખ્યું કે તમે મને પાર્ટી સાથે વધુ કારોબારીઓને જોડીને 500 કરોડ રૂપિયા લેવાનું કહ્યું, જેના બદલામાં મને કર્ણાટકમાં પાર્ટીના મોટા પદની ઓફર કરવામાં આવી રહી હતી. પત્રમાં લખ્યું છે કે વર્ષ 2016માં તમે (કેજરીવાલ) હૈદરાબાદની હોટલ હયાતમાં મારી ડિનર પાર્ટીમાં શા માટે હાજરી આપી હતી, જ્યારે મેં તમને 50 કરોડ આપ્યા ત્યારે તે પાર્ટીમાં સત્યેન્દ્ર જૈન પણ તમારી સાથે હતો, આ પૈસા મેં તમને કૈલાશ ગેહલોતના આસોલા ફાર્મમાં આપ્યા હતા.
જેલમાં કેજરીવાલ ફોન પર બોલ્યા….
ઠગ સુકેશ ચંદ્રશેખરે આ પત્રમાં આગળ લખ્યું, કેજરીવાલ જી, તમે 2017માં તિહાર જેલમાં સત્યેન્દ્ર જૈનના કાળા રંગના આઇફોનથી મારી સાથે વાત કેમ કરી? આ નંબર સત્યેન્દ્ર જૈનના ફોનમાં AK2ના નામે સેવ હતો. સુકેશે પત્રમાં આરોપ લગાવ્યો છે કે કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ લખવામાં આવેલા પહેલા પત્ર બાદ મને તિહારના પૂર્વ ડીજી અને તેમના પ્રશાસન દ્વારા સતેન્દ્ર જૈનના આધારે ધમકી આપવામાં આવી રહી છે. સુકેશે આગળ લખ્યું કે હું કેજરીવાલ અને તેમના મંત્રી સંતેન્દ્ર જૈનના વહીવટથી ડરવાનો નથી, મેં જે માહિતી આપી છે તે એકદમ સાચી છે, ભલે તેઓ તેમની તપાસ કરાવવા માંગતા હોય.
લેટરમાં કેજરીવાલ અને સતેન્દ્ર જૈન પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા
સુકેશ ચંદ્રશેખરે આ પત્રમાં કેજરીવાલ અને સતેન્દ્ર જૈન પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમાં લખ્યું છે કે સુકેશે સત્યેન્દ્ર જૈનના આઈફોનથી જેલની અંદરથી કેજરીવાલ સાથે વાત પણ કરી હતી. સત્યેન્દ્ર જૈને સુકેશની વીઆઈપી પાર્ટીમાં હાજરી આપી હતી જેમાં તેણે પાર્ટીને 50 કરોડ રૂપિયા આપ્યા હતા. સુકેશે દિલ્હીના એલજીને ફરિયાદ કરી છે. તમને જણાવી દઈએ કે એલજીએ તિહારના પૂર્વ ડીજી સંદીપ ગોયલને પણ જેલમાંથી હટાવી દીધા છે.