SURAT

સુરતમાં વધુ એક નશેડી કારચાલકે અકસ્માત સર્જ્યો, બાઈક સવાર દંપતીને અડફેટે લીધું

રાજ્યમાં નબીરાઓ દ્વારા અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થયો છે. મોટાભાગે નશાની હાલતમાં ડ્રાઈવરો અકસ્માત સર્જતા હોવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે શુક્રવારે રાત્રે સુરતના બમરોલી રોડ પર હિટ એન્ડ રનની એક ઘટના બની હતી. અહીં નશાની હાલતમાં કાર ચાલકે બાઈક પર જતા દંપત્તી સહિત બાળકને અડફેટે લીધા હતા.

અક્સ્માત સર્જી ભાગી છૂટેલા કાર ચાલકને રાહદારીઓએ પીછો કરી વેસુ વિસ્તારમાંથી પકડી પાડી મેથી પાક આપ્યો હતો. હાલ દંપતિ સહિત બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. અલથાણ પોલીસે હાલ કાર ચાલકને પકડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે શુક્રવારે તા. 28 માર્ચની મોડી રાત્રે એક કાર ચાલક પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો. તેણે બમરોલી રોડ પર બાઈકને અડફેટે લીધી હતી. બાઈક પર દંપતી અને બાળક સવાર હતું. અક્સ્માત બાદ કારચાલક ભાગી છૂટ્યો હતો.

કારની ટક્કરના લીધે દંપત્તી સહિત બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત દંપતી અને બાળકને રાહદારી અને ટોળાએ 108માં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. દરમિયાન કેટલા રાહદારીઓએ અકસ્માત સર્જી ભાગી છૂટેલા કારચાલકને વેસુ વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો.

કારચાલક નશાની હાલતમાં હોવાનું જાણવા મળતા રાહદારીઓએ કાર ચાલકને મેથિપાક આપ્યો હતો.આ મામલે પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અલથાણ પોલીસે કાર ચાલકને પોલીસ સ્ટેશન પકડી લાવી વધુ પૂછપરછ હાથ ધરી હતી. અલથાણ પોલીસે કાર ચાલક પ્રફુલ્લ જયંતી પટેલ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top