સુરત : સુરતમાં (Surat) એક પછી એક બસની (Bus) દુર્ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક ઘટના હજીરા (Hajira) મોરા ગામ નજીકની છે. જ્યાં રાત્રીના સમયે ખાનગી કંપની બસમાં આગ (fire) લાગી હતી. અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. જોત જોતામાં આગે વિકારળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. રાત્રે ઘટનાની જાણ થતાં ફાઈર વિભાગનો (Fire Department) કાફલો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, સાથે જ એસ્સાર (Essar) કંપનીની ફાયરની ટીમ પણ આગ ઓલવવામાં મદદ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર હજીરા મોરા ગામ નજીક ખાનગી કંપનીની બસમાં રાત્રીના સમયે અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગ્યાની ઘટનાની જાણ થતા અડાજણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સાથે જ એસ્સાર કંપનીની ફાયર વિભાગની ટીમ પણ આગ પર કાબૂ મેળવવા જોડાઈ હતી. ઉલ્લેખનીય છે કે રાત્રીના સમયે ખાનગી બસ પાર્ક કરેલી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ સાથે અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ કયા કારણોસર લાગી તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પાર્ક કરેલી બસમાં આગ લાગ લાગી ગઈ હતી. જેને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક ઇન્ડસ્ટ્રીના ફાયર અને સુરત ફાયર ઘટના સ્થળે દોડી આવતા ગણતરીના કલાકોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે કોઈ જાનહાનિ ન નોધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અડાજણ ફાયર ઓફિસર સંપત સુથારે જણાવ્યું હતું કે, કોલ લગભગ રાત્રે 11:20નો હતો. બસમાં આગ લાગી હોવાની માહિતી મળતા તાત્કાલિક ઘટના સ્થળે જવા નીકળી ગયા હતા. 28 મિનિટમાં પહોંચ્યા બાદ મેદાનમાં પાર્ક બસ ભડ ભડ સળગી રહી હતી. પાણીનો મારો ચલાવી બસની આગને કાબૂમાં લીધી હતી. જોકે આગ ક્યા કારણે લાગી તે જાણી શકાયું ન હતું.