National

મનીષ સિસોદિયાના નજીકના ગણાતા સમીર મહેન્દ્રુની EDએ કરી ધરપકડ

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના દારૂ નીતિ (liquor policy) કેસમાં પ્રથમ ધરપકડ (Arrest) કરી છે. EDએ મનીષ સિસોદિયાના (Manish Sisodia) નજીકના સાથી સમીર મહેન્દ્રુની (Sameer Mahendru) ધરપકડ કરી છે. આ પહેલા મંગળવારે સીબીઆઈએ (CBI) વિજય નાયરની ધરપકડ કરી હતી. EDની એફઆઈઆર મુજબ, ઈન્ડોસ્પિરિટ્સના માલિક સમીર મહેન્દ્રુ દ્વારા સિસોદિયાના “નજીકના સહયોગીઓ”ને કરોડોમાં ઓછામાં ઓછી બે ચૂકવણી કરવામાં આવી હતી, જેઓ એક્સાઈઝ નીતિની રચના અને અમલીકરણમાં કથિત રીતે ગેરરીતિઓમાં સામેલ દારૂના વેપારીઓમાંના એક હતા.

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મંગળવારે સીબીઆઈ દ્વારા વિજય નાયરની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ એક એન્ટરટેઈનમેન્ટ અને ઈવેન્ટ મીડિયા કંપનીના ભૂતપૂર્વ સીઈઓ છે. EDએ તેમના પરિસરમાં પણ દરોડા પાડ્યા હતા. નાયરને આ કૌભાંડનો મુખ્ય ષડયંત્રકાર કહેવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ, વિજય નાયરને મંગળવારે સીબીઆઈ ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. વિજય નાયર પર પસંદગીપૂર્વક લાઇસન્સ આપવા, જૂથવાદ અને ષડયંત્રનો આરોપ છે.

વિજય નાયરની ધરપકડ પર AAPની પ્રતિક્રિયા
વિજય નાયરની ધરપકડ પર આમ આદમી પાર્ટી તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. AAPના પ્રવક્તા અક્ષય મરાઠેએ જણાવ્યું હતું કે વિજય નાયર થોડા વર્ષો સુધી AAPના સંચાર પ્રભારી હતા. તેણે કહ્યું કે તેને ઝૂઠો કેસ બનાવી ફસાવવામાં આવી રહ્યો છે. મરાઠેએ દાવો કર્યો હતો કે આ સંપૂર્ણ રાજકીય બદલો છે કારણ કે નાયર ગુજરાત ચૂંટણી માટે વ્યૂહરચના ઘડી રહ્યા હતા.

Most Popular

To Top