કોરોનાં પોઝિટિવના ગુરુવારે વધુ 391 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 28,780 ઉપર પહોંચ્યો છે.જ્યારે બુધવારે પાલિકા દ્વારા જારી કરેલ યાદી મુજબ કોરોનાં ને કારણે એક મરણ નોંધાતા મોંતની સંખ્યા 251 પર પહોંચી હતી.
વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 5,513 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં 391 પોઝિટિવ અને 5,122 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 1,965 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
જેમાં 1,687 દર્દીઓની હાલત સ્થિર છે.જ્યારે 278 દર્દીઓની હાલત ગંભીર છે.જેમાં ઓક્સિજન ઉપર 174 અને 104 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 6,673 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 202 વ્યક્તિઓને રજા અપાઈ છે.
આ સાથે કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 26,564 ઉપર પહોંચી હતી.ગુરુવારે નવા નોંધાયેલ કેસો પાણીગેટ,માંડવી, કિશનવાડી, રામદેવનગર, સંવાદ, સુદામાપુરી, વારસિયા, નવાપુરા, નવાયાર્ડ, નવી ધરતી, સમા, ચાણક્યપુરી, શિયાબાગ, એકતાનગર,ગાજરાવાડી, કપુરાઈ, માંજલપુર, યમુનામીલ,વાઘોડિયા રોડ, માણેજા, દંતેશ્વર, વડસર, મકરપુરા, તાંદલજા, અકોટા, અટલાદરા, ગોરવા, ગોકુલનગર, સુભાનપુરા, દિવાદીપુરામાંથી પોઝિટિવ કેસો મળી આવ્યા છે.
જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં રણોલી, કરજણ, પાદરા, ડભોઇ અર્બન, બાજવા, વરણામાં, પોર, કોટણા, સિંધરોટ, વેજપુર, મંજુસર, ભાડોલ, કનોડા, કણજટ, કોયલી માંથી કેસો મળી આવ્યા છે.
વડોદરા શહેર અને જીલ્લામાં કોરોનાં નો રાફડો ફાટ્યો છે.પાલિકા દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 5,356 બેડ ભરાઈ જવા સાથે 1059 દર્દીઓ આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે.
વડોદરાની સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં હાલ 8,223 બેડની વ્યવસ્થા છે.જેમાંથી 5,356 બેડ કોવિડ દર્દીઓથી ભરાઈ ગયા છે.જ્યારે 2,814 બેડ ખાલી છે.જે 1367 બેડ આઈસીયુની સુવિધાથી સજ્જ છે.અને તેમાંથી 1059 આઈસીયુ બેડ ભરાઈ ગયા છે.શહેર અને જીલ્લામાં જેમ જેમ ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવી રહ્યો છે.તેમ તેમ કોરોનાં કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે.
MSUના પ્રાધ્યાપક અને કર્મચારી સહિત 60થી વધુ કોરોના પોઝિટિવ
વડોદરા : વડોદરા શહેરમાં કોરોના મહામારીના પગલે પોઝિટિવ કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. રોજ બરોજ 300 થી વધુ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે કોરોના સંક્રમણની અસર એમ.એસ.યુનિર્વસિટીમાં પણ જોવા મળી રહી છે. શિક્ષણકાર્ય ચાલતુ ન હોવા છતાં પણ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને કોલેજમાં આવું પડતું હોય છે.
અત્યાર સુધી 60 થી વધુ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા હોવાનું જાણવામલ્ યું છે. યુનિ.ના સત્તાધિશો દ્વારા જીવનના જોખમે કામ પર આવતા કર્મચારીઓ માટે ચોક્સ નિર્ણય નહીં લે તો યુનિ.માં કોરોનાના કેસો હજુ વધી શકે તેમ લાગી રહ્યું છે.
યુનિ.ના રજિસ્ટ્રાર ડો.ક.એમ.ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગત વર્ષ દરમિયાન યુનિ.માં 105 જેટલા સૈક્ષણિક અને બિન સૈક્ષણિક કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા હતા. હાલ 60થી વધુ એક્ટિવ કેસ છે.
જો હોસ્પિટલ સહિત હોમ ક્વોરન્ટાઈનમાં સારવાર મેળવી રહ્યા છે. હાલ ઓનલાઈન શિક્ષણ આપવું હોવાથી શિક્ષકો અ્ને પ્રાધ્યપકો, કોલેજમાં આવીને શિક્ષણ કાર્ય કરે છે. નેટ ફેસેલિટી અને યોગ્ય નેટવર્ક મળતું ન હોવાથી આ વ્યવસ્થા ગોઠવવામાં આવીછે. પરંતુ જો કોઈ શિક્ષક મેડિકલી પ્રોબલેમ હોય તો તેઓ ઘરેથી જ ભણાવે છે. અને સાતા થતાં ફરીથી કોલોજમાં આવીને શૈક્ષણિક કાર્યમાં જોડાય છે.
જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે જોતાં યુનિ. પેવેલિયન ખાતે કોવિડ રચી કરણની વ્યવસ્થા કરવામાં આવી છે. 45થી વધુ ઉમરના નાગરીકો માટે શરૃ કરાયેલ ચોથા તબક્કાની રસીકરણ શરૃ કરવામાં આવ્યું હતું. તેથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે યુનિ. પેવેલિયન ખાતે રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું.