National

‘ભક્ત કહેતે થે મોદી હૈ નહીં ઝૂકેગા ‘ મોદીની પીછેહઠ બાદ સોશિયલ મીડિયામાં ભક્તો પર ગંદી કોમેન્ટ્સનો મારો

નવી દિલ્હી: 14 મહિના બાદ આખરે નરેન્દ્ર મોદી સરકાર ખેડૂત આંદોલન સામે નમી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 9 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધનમાં ખેડૂતોની માફી માંગી હતી અને ત્રણેય કૃષિ કાયદાને પાછા ખેંચી લેવાની જાહેરાત કરી હતી. નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ સોશિયલ મિડીયામાં જોરદાર રિએક્શન શરૂ થયા હતા. કોઈ મોદી સરકારની પીછેહઠને આગામી મહિનાઓમાં દેશના વિવિધ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી સાથે સાંકળીને મોદીનો માસ્તરસ્ટ્રોક બતાવી રહ્યાં છે, તો આને ખેડૂતોની જીત બતાવવા સાથે ઝૂકતી હૈ દુનિયા ઝૂકાનેવાલા ચાહિયે જેવી કોમેન્ટ કરી રહ્યાં છે.

આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં ભારે હૈયે વડાપ્રધાને ત્રણેય કૃષિ કાયદાને પાછા ખેંચી લેવાની જાહેરાત કરી હતી. દિલ્હીની અલગ અલગ બોર્ડર પર ચાલી રહેલાં ખેડૂત આંદોલનના એક વર્ષ પૂરા થવા પહેલાં જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ખેડૂતોના હિતની વાત અમે કેટલાંક ખેડૂતોને સમજાવી શક્યા નહીં. કદાચ અમારી તપસ્યામાં કોઈ ઉણપ રહી ગઈ છે. ખેડૂતોનો એક વર્ગ આ કાયદાઓનો વિરોધ કરી રહ્યો છે. હવે અમે ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં રિએક્શન આવ્યા હતા. એક યુઝરે ટ્વીટ કર્યું કે પેટા ચૂંટણીમાં હાર મળ્યા બાદ મોદીજી ઘણું શીખ્યા છે. પહેલાં પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટાડી અને હવે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચી લીધા છે. ઝુકતી હૈ દુનિયા ઝુકાને વાલા ચાહિયેં.

ભક્ત કહેતે થે મોદી હૈ નહીં ઝૂકેગા
ઝૂકતી હૈ દુનિયા ઝૂકાને વાલા ચાહિયે

યુપી ચૂંટણીમાં હાર ના સંકેત મળતા ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચી લીધા છે. શહીદ ખેડૂતોને શ્રદ્ધાંજલિ. એક યૂઝરે લખ્યું કે કૃષિ આંદોલનમાં શહીદ થયેલા 700 જેટલાં ખેડૂતોને નમન, તમારી કુરબાની વ્યર્થ ઘઈ નથી. મોદીએ આખરે ઝૂકવું પડ્યું છે. કિસાન એકતા ઝીંદાબાદ, ઈંક્લાબ ઝીંદાબાદ. એક યૂઝરે ટ્વીટ કર્યું કે એક અભિમાની, અહંકારી, ઘમંડી અને 700 ખેડૂતોની હત્યારી સરકારે આખરે ખેડૂતોના અહિંસક આંદોલન સામે નમવું પડ્યું છે. આ અડધી જીત છે જ્યાં સુધી એમએસપી કાયદાની ગેરન્ટી મળતી નથી ત્યાં સુધી લડત જારી રહેશે. ઝૂકતે સભી હૈ ઝુકાને વાલા હોના ચાહિયે. હમારા કિસાન ઝીંદાબાદ.

જોકે, ઘણા લોકો ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચી લેવાની બાબતનો પણ વિરોધ કરી રહ્યાં છે. એક યૂઝરે ટ્વીટ કરી કે આ ખૂબ જ દુ:ખદ છે કે કેટલાંક માથાભારે લોકોની વાતોમાં આવી જઈ કૃષિ કાયદો રદ કરી દેવાયો છે. આ કૃષિ કાયદાનું મહત્ત્વ એ લોકો જાણતા હતા જેઓ નોકરી રોજગાર માટે બીજા શહેરોમાં જઈને વસી રહ્યાં છે. જેઓ ખેતી માટે સમયસર ઘરે આવી શકતા નહોતા તેઓ આ કાયદાનું મહત્ત્વ સમજતા હતા.

કંગના પર પણ લોકોએ કોમેન્ટ કરી

કૃષિ કાયદો મોદી સરકારે પાછો ખેંચી લીધા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે અભિનેત્રી કંગના રનૌત પર પણ કોમેન્ટ કરી હતી. અભી તો હમેં ઔર ભી જલીલ હોના હૈ… જેવી કોમેન્ટ્સ સાથે કંગનાનો ફોટો ટ્વીટ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે કંગનાને તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદથી આઝાદી વિશે કંગના એલફેલ બોલી રહી હોય સોશિયલ મીડિયા યુઝર્સ તેની પર નારાજ છે.

PM મોદીએ ખેડૂતોની માફી માંગતા કહ્યું, મેં ખેડૂતોના પડકારો જોયા છે

PM મોદીએ સંબોધનની શરૂઆતમાં દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનકજયંતીની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે ખેડૂતોનાં હિતોને પ્રાથમિકતા આપી છે. મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી છે. આ સાથે PMએ તમામ દેશવાસીઓની માફી પણ માગી છે.

Most Popular

To Top