Gujarat

ગુજરાત ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત, કયા જિલ્લામાં કોની થઈ નિમણૂક?

ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર થયા છે. લાંબા સમયથી ચાલતા સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. ભાજપે 8 શહેર અને 33 જિલ્લાના નવા જિલ્લા પ્રમુખોના નામ જાહેર કર્યા છે. આ સાથે ગુજરાત પ્રદેશના નવા પ્રમુખની પણ જાહેરાત થવાની સંભાવના છે.

રાજ્યમાં ભાજપે 33 જિલ્લા અને 8 મહા નગરપાલિકામાંથી જિલ્લા અને શહેર પ્રમુખની યાદી તૈયાર કરી હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે નવા પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થઈ શકે છે.

ગુજરાતમાં જિલ્લા શહેર પ્રમુખોના નામની જાહેરાત
બનાસકાંઠા, મહેસાણા, નવસારી, ગાંધીનગરમાં ભાજપ જિલ્લા પ્રમુખ રીપીટ કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઇ મકવાણાની વરણી કરવામાં આવી છે જ્યારે અમરેલીમાં અતુલ કાનાણી, સુરતમાં ભરતભાઇ રાઠોડ, ગાંધીનગરમાં અનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

સુરત શહેર ભાજપ પ્રમુખ: પરેશ પટેલ
જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ : ચંદુભાઈ મકવાણા
અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ : અતુલ કાનાણી
બનાસકાઠાં જિલ્લા ભાજપ પ્રમુખ : કીર્તિસિંહ વાઘેલા
સુરત જિલ્લા ભાજપ પ્રમુખ : ભરતભાઈ રાઠોડ
ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ : અનિલ પટેલ
મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ : ગિરિશ રાજગોર
નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ: ભુરાલાલ શાહ
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ : નીલ રાવ
મહિસાગર જિલ્લા ભાજપ પ્રમુખ- દશરથભાઇ બારિયા
વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ : જય પ્રકાશ સોની

Most Popular

To Top