સુરત(Surat): થોડા દિવસ અગાઉ ટર્મ પૂરી થતા સુરત મનપાના (SMC) મેયર સહિતના હોદ્દેદારોએ પદત્યાગ કર્યો હતો ત્યાર બાદ તા. 12 સપ્ટેમ્બરના સુરતના નવા મેયર તરીકે દક્ષેશ માવાણીની (DaksheshMavani) નિમણૂંક કરાઈ હતી. ડેપ્યુટી મેયર પદે નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિના ચેરમેન તરીકે રાજન પટેલ અને શાસક પક્ષના નેતા તરીકે શશીબેન ત્રિપાઠી અને દંડક તરીકે ધર્મેશ વાણિયાવાલાની નિમણૂંક કરાઈ હતી. હવે મેયરની નવી ટીમની પણ પસંદગી કરી લેવાઈ છે. આજે મનપાની વિવિધ સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેનના નામોની ઘોષણા કરવામાં આવી છે.
આરોગ્ય સમિતિના ચેરમેનપદે નેન્સીબેન શાહ અને વાઈસ ચેરમેનપદે દિપેશ પટેલ, જાહેર બાંધકામ સમિતિના ચેરમેનપદે ભાઈદાસભાઈ પાટીલ અને વાઈસ ચેરમેનપદે કેતન મહેતા, પાણી સમિતિના ચેરમેન તરીકે હિમાંશુ રાઉલજી અને વાઈસ ચેરમેન તરીકે કૃણાલ સેલરનું નામ જાહેર કરાયું છે. તે ઉપરાંત સાંસ્કૃતિક સમિતિના ચેરમેનપદે સોનલબેન દેસાઈ અને વાઈસ ચેરમેનપદે રૂતાબેન ખેની જ્યારે સ્લમ ઈમ્પ્રુવ સમિતિના ચેરમેનપદે વિજય ચૌમાલ અને વાઈસ ચેરમેનપદે બંસુ યાદવની પસંદગી કરાઈ છે.
આ ઉપરાંત હોસ્પિટલ સમિતિના ચેરમેનપદે મનીષા આહિર અને વાઈસ ચેરમેનપદે કૈલાશ સોલંકી, જાહેર પરિવહન સમિતિના ચેરમેન તરીકે સોમનાથ મરાઠે અને વાઈસ ચેરમેન તરીકે નિલેશ પટેલની વરણી કરાઈ છે. જ્યારે ટીપી સમિતિના ચેરમેનપદની જવાબદારી નાગરભાઈ પટેલ અને વાઈસ ચેરમેનપદની જવાબદારી ઉષાબેન પટેલને સોંપાઈ છે.
કાયદા સમિતિના ચેરમેનપદ નરેશ રાણા અને વાઈસ ચેરમેનપદ ભાવના સોલંકીને સોંપાયું છે. ગટર સમિતિના ચેરમેન તરીકે કેયુર ચપટવાલા અને વાઈસ ચેરમેન તરીકે સુધાબેન પાંડે જ્યારે ગાર્ડન સમિતિના ચેરમેન તરીકે ગીતાબેન સોલંકી અને વાઈસ ચેરમેન તરીકે નરેન્દ્ર પાંડવની પસંદગી કરાઈ છે. આ ઉપરાંત ખડી સમિતિના સભ્ય તરીકે દિપન દેસાઈ, મેયર ફંડ સમિતિના સભ્ય તરીકે ગેમર દેસાઈ અને કિશોરભાઈ મિયાણીની વરણી કરાઈ છે.
સુરતના ઈતિહાસમાં પહેલીવાર વિપક્ષ નેતા મહિલા
શાસક પક્ષ દ્વારા આજે સુરત મનપાની વિવિધ સમિતીના ચેરમેન-વાઈસ ચેરમેનના નામોની જાહેરાત કરાઈ છે ત્યારે બીજી તરફ મનપાના વિપક્ષી નેતાના નામની પણ વિપક્ષ આપે જાહેરાત કરી છે. સુરત મનપાના ઈતિહાસમાં પહેલીવા વિપક્ષી નેતા તરીકેની જવાબદારી એક મહિલાને મળી છે. આપ દ્વારા વિપક્ષી નેતા તરીકે પાયલ સાકરિયાના નામની જાહેરાત કરાઈ છે.