કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી અને ગંગોત્રીની આ પાવનકારી ધાર્મિક યાત્રાનાં સ્થળે મોબાઈલને કારણે થતા વારંવારનાં વિવાદને ધ્યાનમાં રાખી ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા મંદિરમાં અને તેની આસપાસમાં મોબાઈલ પર પ્રતિબંધ મૂક્યો છે. એક રીતે આ પ્રતિબંધને કારણે શ્રદ્ધાળુઓમાં સ્થળ પ્રત્યેની એકાગ્રતા વધશે અને મોબાઈલ વિના રિલેક્સ થઈ સ્થળનાં માહોલને માણી શકશે અને તે સાથે આવું પણ કરી શકાય કે આ ધાર્મિક સ્થળોએ જામર લગાડી મોબાઈલ દ્વારા વાયરલ થતા ફોટા વીડિયો અટકાવી શકાય. ચારધામ યાત્રા વારંવાર થઈ શકે તેવી સરળ અને આર્થિક રીતે પોસાય તેવી ધાર્મિક યાત્રા નથી. તેથી યાત્રાળુઓ સ્થળ પરની યાદોને સંગ્રહી રાખવા માટે ફોટા કે વીડિયો બનાવતા હોય છે પણ મોબાઈલનો દૂરુપયોગ થતો હોવાથી સરકારને આવો નિર્ણય લેવો પડ્યો તે મોબાઈલધારકો માટે દુઃખદ છે. ત્યાંના સ્થાનિક પ્રોફેશનલ ફોટોગ્રાફરો દ્વારા શ્રદ્ધાળુઓ મર્યાદામાં રહીને જેવા ઈચ્છે તેવા ફોટો પડાવી શકે તેવી વ્યવસ્થા સરકાર કરે તો પણ યાત્રાળુઓને આ પ્રવાસને યાદો સંગ રહી શકે. ઉત્તરાખંડ સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય લઈ યાત્રાળુઓને આ બાબતને સુવિધા કરી આપશે તેવી આશા.
સુરત – પરેશ ભાટીયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.