National

કોવાક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલના પરિણામ જાહેર

ભારતની સ્વદેશી કોરોના રસી વિશે મોટા સમાચાર આવ્યા છે. ભારત બાયોટેકે પોતાની કોવિડ રસી કોવાક્સિન ( covaxin ) ના ત્રીજા ફેઝના ટ્રાયલના પરિણામ (Third Phase Trial) જાહેર કર્યા છે. જે મુજબ કોવક્સિન કોરોના વિરુદ્ધ 77.8% અસરકારક છે. જ્યારે ખતરનાક ડેલ્ટા વેરિઅન્ટ સામે તે 65.2% અસરકારક છે. ત્રીજા તબક્કાની ટ્રાયલમાં કુલ 24,419 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 12,221 લોકોને અસલી વેક્સીનના ( vaccine) બંને ડોઝ અપાયા હતા. જ્યારે 12,198 લોકોને પ્લેસિબો અપાઈ હતી.

ગંભીર સંક્રમણમાં 93.4% પ્રભાવી
કોરોના વાયરસના ( corona virus) ગંભીર સંક્રમણનો ભોગ બનેલા લોકોની વાત કરીએ તો કોવેક્સીન તેના વિરુદ્ધ 93.4% પ્રભાવી જણાઈ છે. કંપનીએ અધિકૃત રીતે પરિણામો બહાર પાડતા જણાવ્યું કે ત્રીજા ફેઝની ટ્રાયલમાં ભાગ લેનારા 16,973 લોકોને બંને ડોઝ (અસલ વેક્સીન કે પ્લેસિબો) આપ્યાના ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી. તેના ફોલોઅપમાં જાણવા મળ્યું કે 130 વોલેન્ટિયર્સને કોરોના સંક્રમણ થયું, તેમાંથી 24 લોકો એવા હતા જેમને અસલ રસીના બંને ડોઝ અપાયા બાદ કોવિડ થયો જ્યારે 124 વોલેન્ટિયર્સ એવા હતા જેમને પ્લેસિબો આપ્યા બાદ કોવિડ થયો હતો.

દુનિયાભરમાં ભય ફેલાવી રહેલા ડેલ્ટા વેરિયન્ટ સામે પણ કોવેક્સિન 65.2% અસરકારક જણાઈ છે, જ્યારે ગંભીર સંક્રમણથી બચવા માટે કોવેક્સિન 93.4% અસરકારક છે. ભારત બાયોટેકે ત્રીજા તબક્કાનાં પરિણામોના આધારે જણાવ્યું હતું કે કોવેક્સિન કોરોના સામે એકંદરે 77.8% અસરકારક હોવાનું જણાયું છે.

કોવેક્સિનની એફિકેસી 77.8%
કોવેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે એની ઓવરઓલ એફિકેસી 77.8% મળી છે, જ્યારે કોરોના વાયરસના ગંભીર સંક્રમણ પર એની ઓવરઓલ એફિકેસી 93.4% જાણવા મળી છે.

જણાવવામાં આવ્યું છે કે કોવેક્સિન 60 વર્ષથી વધુ વયના લોકો પર 67.8% અને 60 વર્ષથી ઓછી વયના લોકો પર 79.4% અસરકારક છે, જોકે ત્રીજા તબક્કાની ટ્રાયલ દરમિયાન લગભગ 99 વોલંટિયર્સમાં ગંભીર આડઅસર પણ જોવા મળી.

Most Popular

To Top