Video: અંકલેશ્વરમાં ચાલુ કારે 6 યુવાનોએ જોખમી સ્ટંટ કરતો વીડિયો બનાવ્યો – Gujaratmitra Daily Newspaper

Dakshin Gujarat

Video: અંકલેશ્વરમાં ચાલુ કારે 6 યુવાનોએ જોખમી સ્ટંટ કરતો વીડિયો બનાવ્યો

અંકલેશ્વર: ચાલુ કારે ખુદ ડ્રાઈવર જોખમકારક (Stunt) રીતે મોઢું બહાર કાઢે અને સ્ટિયરીંગ પર હાથ ફરતા નબીરાઓ ભવિષ્યમાં તથ્ય પટેલ જેવી હોનારત ઉદ્દભવે તો તેમાં શંકા નથી. હાલમાં જ અંકલેશ્વરમાં (Ankleshwar) ચાલુ કારે જોખમી સ્ટંટ કરી બીજાના જીવ જોખમમાં મુકતા 6 નબીરાઓનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે.

સોશિયલ મીડિયા પર હીરો બનવાના શોખ માફક રિલ્સ, સ્ટોરી, સ્ટેટ્સ માટે લોકો જોખમી વીડિયો બનાવી પોતાના અને અન્યોના જીવ જોખમમાં મુકતાં હોવાની અનેક ઘટનાઓ ઘટી છે. ત્યારે આવો જ જોખમી સ્ટંટબાજીનો વીડિયો અંકલેશ્વર જીઆઇડીસીમાંથી સામે આવ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં 6 નબીરા ગાડીની ચારેય વિન્ડોમાંથી અડધા બહાર ડોકયા કરી રહ્યાં છે. જ્યારે બે યુવાનો રૂફટોપમાંથી બહાર નીકળી આ જોખમી સ્ટંટ કરતા હોવાનું વીડિયોમાં જણાઈ રહ્યું છે.

સૌથી ઘાતક વાત તો એ છે કે, વીડિયોમાં કાર ચલાવનાર પણ ડ્રાઈવર વિન્ડોમાંથી અડધો બહાર નીકળી રાતે માર્ગ પર કાર હંકારી રહ્યો છે. આ જોખમી વીડિયો સોશિયલ મીડિયા અને વોટ્સ એપ ગ્રુપોમાં વાયરલ થયા બાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ હરક્તમાં આવી છે. વીડિયોમાં દેખાતી કારની કુંડળી કઢાવવા સાથે વીડિયોમાં દેખાતા 6 યુવાનોની તપાસ અને શોધખોળ પોલીસે શરૂ કરી છે.

નવસારીમાં યુવતી મોપેડ પર જોખમી
હાલમાં સોશિયલ મીડિયા પર નવસારીની એક યુવતીનો મોપેડ પર જોખમી રીતે સ્ટન્ટ કરતો વીડિયો વાઈરલ થયો છે. વાઈરલ વીડિયોમાં એક યુવતી મોપેડ પર સવાર થઈ ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે યુવતીની શોધખોળ હાથ ધરી છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો આ વીડિયો નવસારીના ઈંટાળવા-છાપરા રોડ પરનો છે. વીડિયોમાં યુવતી હાથ છુટા મૂકીને મોપેડ ચલાવતી અને ડાન્સના એક્શન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયો જોયા પછી અનેક લોકો કહી રહ્યા છે કે, મોપેડ ચલાવીને સ્ટંટ કરતી યુવતીએ પોતાની સાથે રસ્તા પર ચાલતા અન્ય વાહનચાલકોનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો.

Most Popular

To Top