Dakshin Gujarat

અંકલેશ્વરમાં મીક્ષર ટ્રકે દંપતીની બાઈકને અડફેટે લેતાં પત્નીનું મોત

અંકલેશ્વર,ભરૂચ: (Ankleshwar) અંકલેશ્વર જીઆઈડીસીમાં (GIDC) ૫૦૦ કવાટર્સ સામે ગણેશ પાર્ક સોસાયટીમાં ૩૬ વર્ષીય પત્ની આશાવરીબેન સાથે રહેતા ૪૨ વર્ષીય દિપક મહાદેવ ગવાંડલકરને અંકલેશ્વર વાલિયા રોડ પર અકસ્માત (Accident) નડ્યો હતો. આ અકસ્માતમાં પત્નીનું મોત નિપજ્યું હતું.

  • અંકલેશ્વરમાં મીક્ષર ટ્રકે દંપતીની બાઈકને અડફેટે લેતાં પત્નીનું મોત
  • પતિને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા, ટ્રક મુકી ચાલક ફરાર

પતિની ઝઘડિયાની થરમેક્સ કંપનીમાં નોકરી હોવા સાથે પત્ની પી.પી. સવાણી સ્કૂલમાં શિક્ષિકા હતી. આજે રવિવારે બપોરે દંપતી બાઇક લઈ અંકલેશ્વર શહેરમાં કામ અર્થે આવ્યા બાદ તેઓ પરત તેઓ ઘરે જઇ રહ્યા હતા. અંકલેશ્વર – વાલિયા રોડ પરથી પસાર થતી વેળા પાછળ આવી રહેલા રેડીમીકસ કોન્ક્રીટ મશીનના વાહન ચાલકે બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં પતિ અને પત્ની બંને બાઇક પરથી પછડાઈ વાહન નીચે આવી ગયા હતા. વાહનના ટાયરો આશાવરીબહેન પર ફરી વળતા તેઓનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે પતિ વાહન નીચે ફસાઈ ગયો હતો.

આસપાસના વાહનચાલકો અને લોકોએ આવી જઈ વાહન નીચે ફસાયેલ પતિને મહા મહેનતે બહાર કાઢ્યો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સમાં ગંભીર ઇજાગ્રસ્ત પતિના સારવારાર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડી જીઆઇડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનામાં અકસ્માત કરનાર ચાલક વાહન મૂકી ફરાર થઇ ગયો હતો.

કોસંબા નજીક હાઈવે પર લૂંટારા ફરી ત્રાટક્યા, ટ્રકચાલકનો મોબાઈલ લૂંટી ફરાર
હથોડા: કોસંબા નજીક હાઇવે પર લૂંટારૂઓ દ્વારા લૂંટનો સિલસીલો જારી રહ્યો છે. બે દિવસ પહેલા છરીનો ઘા મારી ટ્રક ચાલકને નિશાન બનાવ્યાની શાહી હજી સુકાઈ નથી ત્યાં તો ગત રાત્રે અન્ય એક ટ્રક ચાલકને લૂંટારૂઓઓ નિશાન બનાવી હાથમાંથી મોબાઇલ ઝૂંટવી જવાનો બનાવ વાહન ચાલકો તેમજ જનતામાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ઘટનાની વિગત એવી છે કે નેશનલ હાઇવે પરથી પસાર થતી જીજે 16યુ 9141 નંબરની ટ્રકનો ચાલક મોહમ્મદ રફીક અહેમદ હુસેન આરબ, ગત રાત્રે બારેક વાગ્યે હાઇવે પરથી પસાર થતાં કોસંબા નજીકના મહુવેજ નંદાવ પાસે ટ્રક ઉભી રાખી હતી અને ટ્રક ડ્રાઇવરના હાથમાં વીવો કંપનીનો મોબાઈલ હતો. ત્યારે નંદાવ ઓવરબ્રિજ તરફથી એક કાળા રંગની પલ્સર મોટરસાયકલ લઈને આવેલા ઈસમોએ અહીંયા કેમ ઉભા છો તેવું કહી પાછળ બેસેલો લૂંટારો ટ્રકની કેબિનમાં ચડી જઈને ટ્રક ચાલકના હાથમાંથી રૂપિયા 15000ની કિંમતનો મોબાઈલ ઝૂટવી લીધેલ અને મોટરસાયકલ ઉપર અંકલેશ્વર તરફ ભાગી છુટ્યા હતા. જે મોટરસાયકલ ઉપર ભાગ્યા હતા ત્યારે ટ્રકની હેડ લાઈટ ચાલુ હોવાથી ટ્રકના ડ્રાઇવરે મોટર સાયકલનો નંબર જી જે 05 એન વી 8329 હોવાનું જાણવા મળ્યું હતું.

બનાવ અંગે કોસંબા પોલીસે ફરિયાદ દાખલ કરી ભાગી છૂટેલા લૂંટારાની શોધ ખોળો શરૂ કરી છે. કોસંબા નજીક હાઇવે પર ઉપરાછાપરી લૂંટના બનાવ શરૂ થતાં જનતા તેમજ વાહન ચાલકોમાં ભય અને ગભરાટ ફેલાયો છે. કોસંબા પોલીસ નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી વિસ્તારની જનતાની માંગ છે.

Most Popular

To Top