અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) તાલુકાની 10 જેટલી ગ્રામ પંચાયતમાં (Gram Panchayat) કથિત કરોડો રૂપિયાની સરકારી (Govt) ગ્રાન્ટમાં (Grant) ગેરરીતિ થઈ હોવાની વાતે ભારે ચકચાર જગાવી છે અને સ્થાનિક પોલીસને સાથે રાખી વિજિલન્સ ની ટીમે તપાસ હાથ ધરતા સબંધિત વર્તુળોમાં ભારે ફફડાટ ફેલાયો છે.આ પ્રકરણમાં તલાટી કમ મંત્રી થી લઇ કેટલાક પૂર્વ હંગામી કર્મચારીઓ અને સરપંચની શંકાસ્પદ ભૂમિકા અંગે તપાસ શરૂ થઈ હોવાનું ગોપનીય સૂત્રોએ જણાવ્યું છે.
સરપંચની ભૂમિકા શંકાસ્પદ હોય તપાસના ચક્રો ગતિમાન
વિગતો મુજબ અંકલેશ્વર માં બે દિવસ પૂર્વે વિજિલન્સ તપાસનો ધમધમાટ શરુ થયો છે જેમાં અંકલેશ્વર તાલુકાની 10 જેટલી ગ્રામ પંચાયત શંકાના દાયરામાં આવી છે જેમાં પૂર્વ હંગામી કર્મચારીઓ તેમજ તલાટી કમ મંત્રી અને કેટલાક સરપંચની ભૂમિકા શંકાસ્પદ હોય તપાસના ચક્રો ગતિમાન થયા છે. કહેવાય છે કે રૂ.1.50 કરોડ રૂપિયા થી વધુ રકમની 15માં નાણાંપંચ ની સરકારી ગ્રાન્ટ કામ થયા વગર જ બારોબાર ચાંઉ થઈ જતાં આ પ્રકારના વિજિલન્સ તપાસ શરૂ થઈ છે.છેલ્લા 2 દિવસથી સ્થાનિક પોલીસને સાથે રાખી સમાંતર તપાસનો ધમધમાટ શરૂ થતાં સબંધિત વર્તુળોમાં ભારે ફફડાટ ફેલાયો છે.