અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) જીઆઈડીસી(GIDC) વિસ્તારમાં આવેલી ગણેશ એફ.આઈ.બી.સી. (Ganish DIBC) કંપનીમાં થયેલી ચોરીનો (Robri) ભેદ ઉકેલી પોલીસે 5 શખ્સને ઝડપી તમામ મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.ગત તા.17 સપ્ટેમ્બરે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગીરીરાજ હોટલ નજીક ગણેશ એફ.આઈ.બી.સી. કંપનીમાં ત્રિકાલ ઇલેક્ટ્રિક (Trikal Electric)એન્ડ રિવાઈડિંગ વર્કસને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ગોડાઉનના પાછળના ભાગની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો,અને અંદર રહેલી 20 મોટર મળી કુલ રૂ. 80 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
પોલીસે 5 શખ્સને ઝડપી પાડ્યા હતા
આ ચોરી અંગે પરેશ લાલજી રાદડિયાએ જીઆઈડીસી પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે મૂળ કવાંટ અને હાલ પટેલનગર પાછળ ઝૂપડપટ્ટીમાં રહેતા 5 શખ્સને ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે ચોરી થયેલી તમામ મોટર અને એક મોપેડ મળી કુલ કિંમત રૂ.1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
હાંસોટના ધોડાદરામાં સળિયાની ચોરીનો પ્રયાસ
ભરૂચ: અંકલેશ્વરના ઉટિયાદરા ગામ પાસે ડી.સી.સી. ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડ ખાતે રહેતા અનીત શ્યામલાલ જાંગડા કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. જેમની કંપની હાંસોટના ધોડાદરા ગામની સીમમાં ૮ લેન હાઇવેના બ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે. જે બ્રિજ પાસેની સાઈટ પર ગઇ તા.૧૯ સપ્ટેમ્બરે રાતે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ત્યાં રહેલા સળિયા પૈકી ૩૫ સળિયા મળી કુલ ૨૮૦૦નો મુદ્દામાલ ચોરી કરી પલાયન કરવાની તૈયારી કરી રહ્યા હતા. એ વેળા ગ્રામજનો ત્યાં આવી પડતાં ટેમ્પો લઇ ચોરી કરવા આવેલા તસ્કરો ટેમ્પો નં.(GJ.૦૫.BY.૦૫૭૮) સ્થળ પર મૂકીને ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે કંપનીના સુપરવાઈઝર અનીત જાંગડાએ હાંસોટ પોલીસમથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.