અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઇડીસીના કિંગ એસિડ એન્ડ કેમિકલ ટ્રાન્સપોર્ટના ટેન્કરમાં કેમિકલ ભરીને નિયત જગ્યાએ પહોંચાડવાને બદલે મટિરિયલ સગેવગે કરતો ટેન્કરચાલક ઝડપાઈ ગયો હતો.પ્રાપ્ત માહિતી અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કિંગ એસિડ એન્ડ કેમિકલ ટ્રાન્સપોર્ટના ટેન્કરમાં ભરૂચ જીએનએફસી માંથી ઇથાઇલ એસિટેટ ભરીને પાનોલીની મહાદેવ કેમિકલમાં પહોંચાડવાનું હતું. પરંતુ ટેન્કર ચાલક રામાશંકર ફૂલચંદ યાદવ દ્વારા નક્કી કરેલી ચોક્કસ જગ્યા પર પહોંચાડવાને બદલે ટેન્કરમાંથી મીરાનગર પાસે કેમિકલ સગેવગે કરવાનો કારસો રચ્યો હતો, અને જીઆઇડીસી પોલીસે ટેન્કરચાલકની ધરપકડ કરી હતી. જીએનએફસીમાંથી કુલ ૧૫૪૩૫ કેજીએસ કિંમત રૂપિયા ૧૪,૮૪,૩૮૪ના ઇથાઇલ એસિટેટ મટિરિયલમાંથી ટેન્કરચાલકે ૩૬૦ કેજીએસ કિંમત રૂ.૨૯,૩૪૦ જેટલું કેમિકલ કાઢી લીધું હતું. પોલીસે હાલ કંપનીના પ્રવીણ કાશીરામ પટેલની ફરિયાદ દર્જ કરીને અન્ય લોકોની આ ગુનામાં સંડોવણી અંગે વધુ તપાસ શરૂ કરી છે.
ટ્રક ચાલક બેરલમાં કેમિકલ કાઢી સગેવગે કરતો
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા કિંગ એસિડ એન્ડ કેમિકલ ટ્રાન્સપોર્ટના ટેન્કરમાં ભરૂચ જીએનએફસી કંપનીમાંથી ઇથાઇલ એસિટેટ ભરીને પાનોલીની મહાદેવ કેમિકલ કંપનીમાં પહોંચાડવાનું હતું. પરંતુ ટેન્કર ચાલક રામાશંકર ફુલચંદભાઈ યાદવ દ્વારા નક્કી કરેલી ચોક્કસ જગ્યા પર પહોંચાડવાને બદલે ટેન્કરમાંથી અંકલેશ્વરના સારંગપુરની મીરાનગર પાસે કેમિકલ સગેવગે કરવાનો કારસો રચી કેમિકલ કાઢતા જીઆઇડીસી પોલીસે ટેન્કર ચાલકને ઝડપી લીધો હતો. જીએનએફસી કંપનીમાંથી કુલ 15,435 કેજીએસ કિંમત રૂપિયા 14 લાખ 84 હજાર 384 ના ઇથાઇલ એસિટેટ મટીરીયલમાંથી ટેન્કર ચાલકે 360 કેજીએસ કિંમત રૂપિયા 29 હજાર 340 જેટલું કેમિકલ કાઢી લીધું હતું. જીઆઇડીસી પોલીસે હાલ કંપનીના પ્રવીણ કાશીરામભાઇ પટેલની ફરિયાદ દર્જ કરીને ટેન્કર ચાલક રામાશંકર યાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.અંકલેશ્વર જીઆઇડીસીના કિંગ એસિડ એન્ડ કેમિકલ ટ્રાન્સપોર્ટના ટેન્કરમાં કેમિકલ ભરીને નિયત જગ્યાએ પહોંચાડવાને બદલે મટીરીયલ સગેવગે કરતા ટેન્કર ચાલકને જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.