સુરત: અંકલેશ્વર (Ankleshwar) ગડખોલ બ્રિજ પર બાઈકચાલક (Biker) યુવાનનું પતંગની દોરી (kite string) કપાળ કપાયું હોવાની ઘટના સામે આવી છે. ગાડી ચલાવતી વેળા અચાનક પતંગની દોરી આવી જતાં કપાળનો ભાગ ચીરાઈ ગયો હતો. આ બનાવમાં અન્ય વાહનચાલકોએ દોડી આવી મદદ કરી હતી. બાદ 108 વડે સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.અંકલેશ્વરના અલ્પેશ અશોકભાઈ પટેલ બ્રિજ પર પોતાની બાઇક લઇ પસાર થઇ રહ્યો હતો. દરમિયાન અચાનક પતંગની દોરી આવી જતાં માથાના ભાગે દોરી ભેરવાઈ ગઈ હતી અને દોરી યુવાનના કપાળને ચીરી ઊંડે સુધી ખૂંપી ગઈ હતી. જેને લઇ યુવાન રોડ પર પટકાયો હતો. ત્યાંથી પસાર થતાં અન્ય વાહનચાલકો દોડી આવ્યા હતા.
- અચાનક પતંગની દોરી આવી જતાં કપાળનો ભાગ ચીરાઈ ગયો
- માથાના ભાગે દોરી ભેરવાઈ ગઈ યુવાનના કપાળને ચીરી ઊંડે સુધી ખૂંપી ગઈ
- બ્રિજ પર તાર ફેન્સિંગ ના હોવાથી યુવાનનું દોરીથી કપાળ કપાતાં લોકોમાં રોષ
બ્રિજ પર તાર ફેન્સિંગ ના હોવાથી લોકોમાં રોષ
અને યુવાનના કપાળેથી દોરી કાઢી હતી અને 108ને જાણ કરતા 108ની ટીમ દોડી આવી હતી. યુવાનને પ્રાથમિક સારવાર આપી જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયો હતો. પાલિકા દ્વારા માત્ર ઓએનજીસી ઓવરબ્રિજ પર જ તાર લગાવ્યા છે. જ્યારે ગડખોલ ટી બ્રિજ પર લગાવ્યા નથી. જ્યાં પાલિકા, પંચાયતની હદ વચ્ચે બનેલા ટી બ્રિજ પર તાર ફેન્સિંગ ના હોવાથી યુવાનનું દોરીથી કપાળ કપાતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
ઝઘડિયાના મુલદ નજીક અજાણ્યા વાહને અડફેટે લેતાં યુવકનું મોત
ઝઘડિયા: ઝઘડિયાના મુલદ ગામે કોઇ અજાણ્યા વાહને ગામના જ યુવકને અડફેટે લેતાં જ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મંગળવારે રાત્રે સાડા સાત વાગ્યાની આસપાસ મુલદ ગામના યુવક પ્રકાશભાઈ વસાવા પાન ખાવા ગયો હતો. ત્યારબાદ રોડ ઓળંગતા સમયે કોઇ અજાણ્યા વાહનની અડફેટે આવતાં પ્રકાશનું મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રોષે ભરાયેલા ગ્રામજનોએ રોડ પર ટાયરો સળગાવીને ચક્કાજામ કર્યો હતો. જેની જાણ ઝઘડિયા પોલીસને થતાં તાત્કાલિક સ્થળ પર જઇ રોષે ભરાયેલા ગ્રામજનોને સમજાવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.