ભરૂચ: (Bharuch) ભરૂચ અને અંકલેશ્વરને જોડતા માર્ગ પર રીક્ષા (Rikshaw) ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા માર્ગની બાજુના ખાડામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં રીક્ષા ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
- અંકલેશ્વર નજીકના જૂના NH-48 પરથી રીક્ષા ખાડામાં ખાબકતા ચાલક ગંભીર
- રીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા માર્ગની બાજુના ખાડામાં ખાબકી
દિવાળીના તહેવારોમાં જાહેર માર્ગો ઉપર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર જોવા મળી રહી છે. જેની સાથે વધતાં અકસ્માતોની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. તેવામાં ભરૂચ-અંકલેશ્વરને જોડતા જુના નેશનલ હાઈવે નંબર 8 પરથી એક રીક્ષા ચાલક પસાર થઈ રહ્યો હતો. આ સમયે RMPS સ્કૂલ નજીક પહોંચતા રીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા માર્ગની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી હતી. આ સમયે ત્યાથી પસાર થતા લોકોએ દોડી આવી રીક્ષા ચાલકને બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ રીક્ષા ખાડામાં ખાબકતાં માર્ગ પર લોકોની ભારે ભીડ પણ જોવા મળી હતી.
પલસાણા તાલુકા વિસ્તારમાં બે અલગ અગલ અકસ્માતોમાં બેના મોત
પલસાણા: વરેલી ગામે રહેતા એક ૨૩ વર્ષીય યુવક તેની સાઇકલ લઇ દીવાળીના દીવસે કડોદરા સુરત રોડ ક્રોસ કરી રહ્યો હતા.ત્યારે એક એક્ટીવા ચાલકે તેઓને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેઓનુ ટુકી સા૨વા૨ બાદ મોત નીપજ્યુ હતુ. સોમવારના દીવસે કારેલી ગામની સીમમાં પણ રોડ ક્રોસ કરી રહેલ કીશોર બાઇક ની અડફેટે આવી જતા તેઓનુ પણ મોત નીપજ્યુ હતુ. આ અંગે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહીતી અનુસાર પલસાણા તાલુકાના વરેલી ગામે વલ્લભનગર ખાતે રહેતા અને મુળ રહે મોતીહારી બીહારના વતની નિતેશકુમાર પ્રેમપ્રસેદ મહતો ઉ.વ ૨૩ જેઓ દીવાળીના દીવસે સાંજના સુમારે વરેલી ગામે અંહીકા હોટલની સામે સુરત-કડોદરા હાઇવે સાઇકલ લઇ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક એક્ટીવા નંબર જીજે ૦૫ એફઆ૨૦૧૮૨ ના ચાલકે પુર જડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સાઇકલ પર રોડ ક્રોસ કરી રહેલ નિતેશને અડફેટમાં લેતા તેઓના માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતા તેઓને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા જ્યાં ટુકી સારવાર બાદ તેઓનુ મોત નીપજ્યુ હતુ. આ અંગે નિતેશના પિતા પ્રેમપ્રસાદ મહતો એ કડોદરા પોલીસ મથકે એક્ટીવા ચાલકની વિરૂધ્ધમાં ગુનો નોધાવ્યો હતો.
તેમજ પલસાણા તાલુકાના કારેલી ગામે રહેતા સાગરભાઇ સંજયભાઇ ચૌધરી ઉ.વ ૧૭જેઓ પણ દીવાળીના દીવસે સાંજના સુમારે કારેલી ગામની સીમમાં ગંગાધરા દવાખાનાની સામે આવેલ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા બાઇક ચાલકે પુર જડપે અને ગફલત ભરી રીતે હંતારી લાવી સાગરભાઇને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેને લઇ તોએને નવી સીવીલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં તેઓનુ ટુકી સારવાર બાદ મોત નીપજ્યુ હતુ. આ અંગે પલસાણા પોલીસે અજાણ્યા બાઇક ચાલક વિરૂધ્ધમાં ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.