અંકલેશ્વર, ભરૂચ: (Ankleshwar) અંકલેશ્વર ડિવિઝનનાં ત્રણ પોલીસ મથકમાં (Police Station) છેલ્લા ૬ મહિનામાં ઝડપાયેલા ૪૭ પ્રોહિબિશન કેસોમાં પકડાયેલા રૂ.૩૦.૪૨ લાખના દારૂના (Alcohol) જથ્થા ઉપર રોલર ફેરવી દેવાયું હતું. અંકલેશ્વરની કડકિયા કોલેજ (College) પાસે ૨૪ હજાર બોટલ ઉપર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.
- ગુજરાતમાં દારૂબંધી ક્યાં છે? અંકલેશ્વરમાં છ માસમાં પકડાયેલા રૂ.30.42 લાખના દારૂનો નાશ
- ત્રણ પોલીસમથકના 43 પ્રોહિબિશનના કેસમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો કડકિયા કોલેજ રોડ પર અવાવરુ રોલર ફેરવી નાશ કરાયો
- અવાવરુ જગ્યાએ રસ્તા પર દારૂ બિયરની બોટલો તેમજ ટીન પાથરી તેના પર રોડ રોલર ફેરવી દેવાયું
અંકલેશ્વર ડિવિઝનના જી.આઈ.ડી.સી. પોલીસમથક અને તાલુકા પોલીસમથક, બી ડિવિઝન પોલીસમથકમાં ૬ માહિનામાં ૪૭ પ્રોહિબિશન હેઠળ ૨૪,૭૧૧ વિદેશી દારૂની બોટલો ઝડપાઇ હતી. આ દારૂનો નાશ કરવા માટે વડોદરાના ઇનચાર્જ રેન્જ આઈ.જી. આર.વી.અસારી, ભરૂચ જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાએ સૂચના આપતાં નાયબ પોલીસ વડા ચિરાગ દેસાઇ દ્વારા વિદેશી દારૂના જથ્થાના નાશની કોર્ટમાંથી મંજૂરી મેળવાઈ હતી. અંકલેશ્વરના ઇનચાર્જ પ્રાંત અધિકારી દીપક બારિયાને રિપોર્ટ કર્યા બાદ શુક્રવારે નાયબ પોલીસ વડા ચિરાગ દેસાઇ અને મામલતદાર કિરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓની હાજરીમાં રૂ.૩૦.૪૨ લાખના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી તેનો નાશ કરાયો હતો. કડકિયા કોલેજ રોડ ઉપર અવાવરુ જગ્યાએ રસ્તા પર દારૂ બિયરની બોટલો તેમજ ટીન પાથરી તેના પર રોડ રોલર ફેરવી દેવાયું હતું.
ભીલાડના વલવાડામાંથી 4.2 લાખનો દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો
ઉમરગામ: ભીલાડ નજીક વલવાડામાંથી રૂપિયા 4.2 લાખનો દારૂનો જથ્થો દારૂ ભરેલો ટેમ્પો કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, ભિલાડ પોલીસે બાતમીના આધારે બુધવારે ઉમરગામ તાલુકાના વલવાડા નેશનલ હાઈવે ઉપરથી પસાર થતો એક છોટાહાથી ટેમ્પોને અટકાવી તપાસ કરતા ટેમ્પોમાંથી વિદેશી બનાવટનો દારૂનો જથ્થો કુલ બાટલી નંગ 3096 કિંમત રૂપિયા 4.2 લાખનો વોડકા બિયરનો જથ્થો કબજો લીધો હતો અને રૂપિયા ત્રણ લાખની કિંમતનો ટેમ્પો મળી કુલ રૂપિયા 7.7 લાખનો મુદ્દામાલ કબજે ર્ક્યો હતો. સાથે જ ડ્રાઇવર નાઝીમ શેખ (રહે., નંદુરબાર, નવાપુર)ની અટક કરી હતી. જ્યારે માલ ભરાવનાર અને મંગાવનાર મોન્ટી યાદવ અને રાવણ શિંદેને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ ભીલાડ પોલીસે હાથ ધરી હતી.