આણંદ: આણંદ કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પવાર કંપની સંયુકત ઉપક્રમે આંકલાવ તાલુકાના આમરોલગામે ૧૧ ગામોને પુરૂ પાડી શકાય તેટલો ૧ મેધા વોલ્ટ વીજ ઉત્પાદન સોલર પેનલ દ્વારા કરવામાં આવ્યું છે. સોલર પેનલની વચ્ચે ૧૦ મીટરનું અંતર રાખવામાં આવ્યું હતું.જુદા જુદા પાકોનો પણ ઉછેર કરીને આવક મેળવી શકાયા છે. સાથે સાથે પેનલ ધોવા માટે વાપરેલ પાણી ખેતીનો ઉપયોગ લઇ શકાય છે.
આંકલાવ તાલુકાના આમરોલ ખાતે ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની દ્વારા ૧ મેઘા વોલ્ટનુ સૌર ઉર્જા સાથે કૃષિ ઉત્પાદનનો પ્રાયોગિક પ્રોજેકટ આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે હાથ ધરવામાં આવ્યો છે આમ તો સામાન્ય રીતે સોલર પેનલ નાખી અને તેમાથી વીજ ઉત્પન કરવાની પ્રક્રિયા તો બધા જાણે છે પરંતુ આ ફાર્મ ઉપર ઉર્જા સાથે કૃષિ પેદાસોને પણ ઉછેર કરવામા આવી રહ્ના છે.
આ સોલર ફાર્મ ઉપર નવીનતા એ છે કે બે સોલર પેનલ વચ્ચે૧૦ મીટરનુ અંતર રાખવામા આવેલ છે ૨૯૧૬ થી આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા બન્ને પેનલ વચ્ચે રાખેલ જગ્યામા જુદા જુદા ૧૮ જેટલા પાકો ઉછેરી તેના ઉપર અભ્યાસ કરવામા આવ્યો જેમા મોટા ભાગના પાકો સફળ થયેલા જોવા મળી રહ્ના છે.
આ ફાર્મ ઉપર જે સોલર પેનલ નાખવામા આવેલ છે ૧.૫ હેકટર જમીનમા નાખવામા આવેલ છે જેમાંથી ૧ મેઘા વોલ્ટ વીજળી પેદા થાય છે જે આજુ બાજુના ૧૧ ગામોને વીજળી પુરી પાડવામા આવી રહી છે.
પાવર પ્રોડકશનનો પ્રશ્ન છે તે તો સોલ થાય છે પરંતુ સાથે સાથે૧.૫ હેકટરમાંથી ફકત ૫ હેકટર જેટલી જમીના આ સોલર પેનલમા વપરાઇ રહી છે આ સોલર પેનલ તે રીતે તૈયાર કરવામા આવી છે કે જેના નિચેથી આખુ ટ્રેક્ટર પસાર થાઇ સકે જેનાથી સોલર પેનલ નીચીની જમીનનો ઉપયોગ થાઇ શકે જે આણંદ કૃષિ યુનિના વૈજ્ઞાનિકોએ કર્યો છે.
આ સોલર ફાર્મમા તૈયાર કરેલ પાક ડ્રીપ પધ્ધતિથી કરવામા આવે છે. આ ફર્મમા લગાવેલ પેનલને દર ૧૦ દિવસે ધોવામા આવે છે તેનુ પાણી પણ પેનલ નીચેની પાકમા ઉપયોગમા લેવામા આવી રહ્ના છે આ પ્રોજેકટનો મુખ્ય હેતુ તે છે કે ખેડુતોને પોતાની જમીનનો વધુ ઉપયોગ કેવી રીતે કરી શકે તેમજ વીજળીની સમસ્યા છે તેનો પણ નિકાલ લાવી શકાય. હાલ આ પ્રોજેકટ ગુજરાત સરકારના સૌજન્યથી ચાલે છે જો ગુજરાતનો દરેક ખેડુત આ પ્રોજેકટને અનુશરે તો દેશમા ઉર્જાની સમસ્યા સાથે વધુ પાકનુ ઉત્પાદન પણ મેળવી શકે તેમ છે.