મુંબઇ: વર્ષ 2023ના છેલ્લા મહિનાના પહેલાં દિવસે બોલિવુડની (Bollywood) બે મોટી ફિલ્મોની બોક્સ ઓફિસ પર ટક્કર થઈ હતી. રણબીર કપૂરની અતિચર્ચિત ફિલ્મ એનિમલ (Animal) સામે મેઘના ગુલઝાર દિગ્દર્શિત સેમ માર્શલની બાયોપિક સેમ બહાદૂર (Sam Bahadur) રિલીઝ થઈ હતી. એનિમલ સામે સેમ બહાદુર ટકી શકશે નહીં તેવી પણ ચર્ચા ચાલતી હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે એનિમલ અને સેમ બહાદુર બંનેને પ્રેક્ષકોએ વધાવી લીધી છે. એક તરફ એનિમલે પહેલા જ દિવસે દેશમાં 60 કરોડથી વધુનું રેકોર્ડ કલેક્શન કર્યું છે તો તેની સામે ઓછી સ્ક્રીન મળવા છતાં વિક્કી કૌશલની સેમ બહાદુરનું પર્ફોમન્સ પણ સારું રહ્યું છે.
ડિસેમ્બરના પહેલાં શુક્રવારે બોક્સ ઓફિસ પર બે મોટી ફિલ્મોની ટક્કર જોવા મળી હતી. રણબીર કપૂરની ‘એનિમલ’ અને વિક્કી કૌશલની ‘સેમ બહાદુર’ 1 ડિસેમ્બરે થિયેટર્સમાં એક સાથે રિલીઝ થઈ હતી. બંને ફિલ્મો વર્ષ 2023ની મોસ્ટ અવેટેડ ફિલ્મો હતી. જો કે કમાણીના મામલે રણબીર કપૂરની ‘એનિમલ’ મોટી જીત હાંસલ કરી હતી. જેના મુકાબલે ‘સેમ બહાદુર’ થોડી પાછળ રહી ગઈ હતી. બંને ફિલ્મોના શરૂઆતના દિવસના કલેક્શનમાં ઘણો તફાવત છે.
રણબીરની એનિમલે શાહરૂખની પઠાણનો રેકોર્ડ તોડ્યો
દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’ એ 2023ની પ્રથમ બ્લોકબાસ્ટર ફિલ્મ ‘પઠાણ’ થી વધુ કમાણી કરી છે. ત્યારે અંતિમ આંકડાઓ મુજબ આ ફિલ્મે તેની રિલીઝના પહેલા જ દિવસે કુલ 63.80 કરોડ રૂપિયાની કમાણી કરી છે. વર્લ્ડવાઈડ આ આંકડો 100 કરોડને વટાવી ગયો છે.
વિક્કીના કેરિયરની હાઈએસ્ટ ઓપનિંગ કલેક્શન વાળી ફિલ્મ બની સેમ બહાદુર
જ્યારે મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત વિક્કી કૌશલની ફિલ્મ સેમ બહાદુરે 8 કરોડનું કલેક્શન કર્યું હતું. જે વિક્કી કૌશલનના કરિયરની અત્યાર સુધીની ઓપનિંગ દિવસની સૌથી વધુ કમાણી કરી છે. બંને ફિલ્મોના કલેક્શનના મોટા તફાવત માટે સ્કીનીંગ પણ જવાબદાર છે. કારણકે રણબીરની ફિલ્મ કુલ 4000 સ્ક્રીન ઉપર રીલીઝ થઇ હતી. તેમજ તે 5 ભાષાઓમાં રિલીઝ થઇ હતી. જ્યારે વિકીની ફિલ્મ માત્ર 1800 સ્ક્રીન ઉપર જ જોવા મળી હતી. તેમજ આ ફિલ્મ માત્ર હિન્દી ભાષામાં રિલીઝ થઇ હતી.
‘એનિમલ’ અને ‘સેમ બહાદુર’માંથી કઈ ફિલ્મ રેટિંગમાં આગળ?
એનિમલ અને સેમ બહાદુરના કલેક્શનમાં મોટો તફાવત જોવા મળ્યો છે. પરંતુ તેની રેટિંગ કંઇક જુદા જ પરિણામો સુચવે છે. રણબીર કપૂરના એનિમલને 8.0 રેટિંગ મળ્યું છે. એનિમલની સામે સેમ બહાદુરને 8.3 રેટિંગ મળ્યું છે. જે દર્શાવે છે કે એનિમલ કરતા પ્રેક્ષકોએ સેમ બહાદુરને વધુ પસંદ કરી છે.