National

અનિલ દેશમુખના 100 કરોડ વસૂલી મામલે હવે CBI પાસે તપાસ

સોમવારે બોમ્બે હાઈકોર્ટે ( MUMBAI HIGHCOURT ) મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ( PARAMBIR SINGH ) ની અરજી પર ચુકાદો આપ્યો હતો. રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ( ANIL DESHMUKH ) ઉપર લાદવામાં આવેલા સો કરોડ રૂપિયાની ઉઘરાણીના આરોપોની તપાસ હવે સીબીઆઈને સોંપવામાં આવી છે.

પરમબીરસિંહે કરેલા આક્ષેપો અંગે બોમ્બે હાઈકોર્ટ દ્વારા ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ઉપર કરવામાં આવેલા આરોપોની તપાસ સીબીઆઈ ( CBI ) કરશે, સીબીઆઈ 15 દિવસમાં પ્રાથમિક રિપોર્ટ આપશે. મુંબઇ હાઇકોર્ટે મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની અરજીની સુનાવણી દરમિયાન સોમવારે મોટો ચુકાદો આપ્યો છે. સીબીઆઈ હવે ‘100 કરોડ રૂપિયા’ ની રિકવરીના આરોપોની તપાસ કરશે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ઉપર લાગેલા આરોપો અંગે બોમ્બે હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે. જો કે સીબીઆઈ આ મામલે તાત્કાલિક કેસ નોંધશે નહીં.

આ અરજી પર પોતાનો ચુકાદો આપતી વખતે બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે આ મામલે એફઆઈઆર છે, પોલીસને તપાસ માટે અપીલ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે આ આરોપો અનિલ દેશમુખ વિરુદ્ધ લગાવવામાં આવ્યા છે, તે રાજ્યના ગૃહ પ્રધાન છે. આવી સ્થિતિમાં, કોઈની ન્યાયી તપાસ માટે પોલીસ પર નિર્ભર નહીં થઈ શકે. તેથી સીબીઆઈએ આ મામલાની તપાસ કરવી જોઈએ. બોમ્બે હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે સીબીઆઈએ પ્રાથમિક તપાસ કરવી જોઈએ, જેમાં દરેકને સહકાર આપવો પડશે. રિપોર્ટ 15 દિવસની અંદર સીબીઆઈના ડિરેક્ટરને સોંપવામાં આવશે. જો ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધના કેસની પુષ્ટિ સીબીઆઈ રિપોર્ટમાં કરવામાં આવે તો સીબીઆઈ એફઆઈઆર દાખલ કરશે.

શું હતો 100 કરોડ રૂપિયાની વસૂલાતનો વિવાદ ?
જ્યારે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરની બદલી થઈ હતી. ત્યારબાદ તેમણે એક પત્ર લખીને દાવો કર્યો હતો કે સચિન વાજેને અનિલ દેશમુખે મુંબઈથી 100 કરોડ રૂપિયા વસૂલવા માટે ટાર્ગેટ આપ્યો હતો. પરમબીરસિંહે અનિલ દેશમુખ ઉપર પણ ઘણા આક્ષેપો કર્યા હતા.

આ કેસમાં પરમબીરસિંહે સૌથી પહેલાં સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહને પહેલા હાઈકોર્ટમાં જવા કહ્યું હતું. આ પછી પરમબીરસિંહે અને અન્યોએ અનિલ દેશમુખ વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરીને અરજી દાખલ કરી હતી. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ દ્વારા આ આરોપોને નકારી કાઢવામાં આવ્યા હતા. વળી એનસીપીના પ્રમુખ શરદ પવારે અનિલ દેશમુખનું રાજીનામું નકારી દીધું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top