નવી દિલ્હી : માતા અને સંતાન વચ્ચે નો સ્નેહ સબંધ તદ્દન જુદો હોય છે, બાળક કંઈ પણ સહન કરી શકે છે પરંતુ પોતાની માતા અન્યને વ્હાલ કરે એ નહિ, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ ભાવ મનુષ્યોમાં જ રહેલો છે એવું નથી. તાજેતરમાં એક વિડિઓ(video) વાયરલ(viral) થયો છે જેમાં જોઈ શકાય છે કે એક પક્ષી(bird) તેના માળામાં બેસીને તેના નાના બાળકોને ખવડાવી રહ્યું છે. તે પહેલા તેના અન્ય બાળકોને ખવડાવે છે. જેના કારણે એક બાળક ગુસ્સે(angry) થઈ જાય છે. તમે આવા ઘણા બાળકો જોયા હશે, જે નાની-નાની વાતો પર પોતાની માતાથી ગુસ્સે થઈ જાય છે. આ પછી ઘરના અન્ય વડીલ સભ્યો તેમને મનાવવાની ઘણી કોશિશ કરે છે. આવું માણસો સાથે થાય, પરંતુ શું તમે જાણો છો કે પશુ-પક્ષીઓના બાળકો પણ આવા જ ડ્રામા(drama) કરે છે. આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પક્ષીનું બચ્ચું તેની માતાથી ગુસ્સે થઈને જબરદસ્તીનું ડ્રામા કરતું જોવા મળે છે.
કેમ આવ્યો આ પક્ષીના બચ્ચાને ગુસ્સો?
વિડિયો જોવામાં ખૂબ જ રસપ્રદ છે. વર્લ્ડ ઓફ વાઇલ્ડલાઇફ એન્ડ વિલેજ નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલા આ વીડિયોમાં એક પક્ષી તેના માળામાં બેસીને તેના નાના બાળકોને ખવડાવતા જોઈ શકાય છે. તમે જોઈ શકો છો કે તેણી તેના અન્ય બાળકોને પહેલા ખવડાવે છે જેના કારણે બાળક ગુસ્સે થઈ જાય છે.
નાના બચુકડાનો રમૂજી ડોળ
જે રીતે મનુષ્યના બાળકો પોતાના અન્ય ભાઈ-બહેનોને વધુ મૂલ્ય આપવા માટે તેમના માતા-પિતા પર ગુસ્સે થાય છે, તે જ રીતે અહીં પણ જોવા મળે છે. પક્ષીનું આ બાળક પણ એવી જ રીતે નાટક કરે છે. તેને બિલકુલ પસંદ ન હતું કે તેના અન્ય ભાઈ-બહેનોને પહેલા માતા દ્વારા ખોરાક આપવામાં આવે. આ પછી, તે ગુસ્સે થઈ જાય છે અને રસ્તા પર પલટવા લાગે છે. એક રીતે, તે ભૂખને કારણે ચક્કર આવવાનો ડોળ કરવા લાગે છે. ત્યાર પછી બાળકને આવું કરતા જોઈને માતા નારાજ થઈ જાય છે. આ પછી તે તરત જ ત્યાં ખાવાનું લઈને આવે છે અને તેને ખવડાવે છે. આ પછી બાળક તરત જ સામાન્ય થઈ જાય છે.