વિરપુર : વિરપુરના સરાડિયા તાબેના માનાવત નવીન બનેલો આરસીસી રસ્તાની બન્ને બાજુ માટી પુરાણ ન કરાતાં વાહનચાલકોમાં અકસ્માતનો ભય ઊભો થયો છે. આ અંગે તાત્કાલિક માટી પુરાણ કરવા માગણી ઉઠી છે.
વિરપુર તાલુકાના સરાડિયા તાબે માનાવત નવીન આરસીસી બનાવવામાં આવ્યો છે, પરંતુ તેની બન્ને બાજુ યોગ્ય માટી પુરાણ ન કરતાં આ રસ્તાની ધાર પર ચાલતા વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. આથી, તાત્કાલિક રસ્તાની બન્ને બાજુ માટી નાંખવા માગણી કરી છે.
વિરપુર તાલુકાના સરાડિયા તાબે માનાવત નવીન આરસીસી બનાવવામાં આવ્યો છે. પરંતુ રોડની સાઈડ ખુલ્લી રહી ગઈ તેવું જોવા મળી રહ્યુ છે. અહીંથી પસાર થતાં વાહન ચાલકો અસલામતીનો અનુભવ કરી રહ્યા છે. આથી, તાકીદે આ સાઈડમાં યોગ્ય પુરાણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આમતો ગામમાં આરસીસી રોડ બનતા રાહદારીઓ તેમજ ગામના સ્થાનીકોમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ અકસ્માત સર્જાય જેને લઈને લોકોમાં ડર પણ જોવા મળે છે ત્યારે આવનાર દિવસોમાં અકસ્માત કોઈ ભોગ બને તે પહેલાં તંત્ર દ્વારા માટી પુરણનુ કામ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.