National

મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના વિમાનનું કરાયું ઇમર્જન્સી લેન્ડિંગ, આ કારણો સામે આવ્યા

નવી દિલ્હી : આંધ્ર પ્રદેશના (Andhra Pradesh) મુખ્ય મંત્રી (Chief Minister) જગન મોહન રેડ્ડીને (Jagan Mohan Reddy) લઇ જતા વિમાનનું (airoplane) ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. તેમની સુરક્ષા સાથે લઇ જવામાં આવતા આ વિમાન ટેક ઓફ સાથે જ તુરંત લેન્ડિંગ કરી દેવાયું હતું. મુખ્યમન્ત્રી દિલ્હી (Delhi) જવા માટે રવાના થયા હતા. જોકે થોડા સમયમાં જ તેમના વિમાનને ગન્નવરમ હવાઈ મથક ઉપર ઇમર્જન્સીમાં લેન્ડ (Emergency Land) કરવામાં આવ્યું હતું. વિમાન પણ સુરક્ષિત રીતે ઉતર્યું હતું. પાઇલોટને જાણ થઇ હતી કે કોઈક ટેક્નિકલ ખામી સર્જાઈ છે જેથી લેન્ડિંગ કરવું હિતાવહ છે તેવી સૂચના તેને તુરંત જ કૃ મેમ્બરોને સૂચના આપી દીદી હતી.

ગયા વર્ષે પણ રેડ્ડી ચાર વખત પ્રધાનમંત્રીની મુલાકાતે ગયા હતા
આંધ્ર પ્રદેશના મુખ્મમંત્રી તેમની સક્રિયતાને કારણે તેમની એક અલગ ઓળખ રાજનીતિમાં ઉભી કરી છે. આથી પહેલા ગયા વર્ષે ડિસેમ્બરમાં સમયગાળામાં તેઓ દિલ્હી ગયા હતા. આ દરમમયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આપને જણાવી દઈએ કે ગયા વર્ષના સમયગાળા દરમ્યાન જગન મોહન રેડ્ડી પ્રધાનમંત્રીને કુલ ચાર વખત મળવા માટે દિલ્હી ગયા હતા. તેમની એકબીજા સાથેની આ મુલાકાતને કખરેખ મહત્વની ગણવામાં આવે છે.

રેડ્ડી પીએમ મોદીને વારંવાર કેમ મળી રહ્યા છે?
રેડ્ડી પીએમ મોદીને વારંવાર મળવા પાછળના કારણો પણ ઘણા મહત્વના માનવમાં આવી રહ્યા છે. દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં તમામ વિપક્ષી પાર્ટીઓ 2024માં ભાજપને હરાવવાની તૈયારી કરી રહી છે. રેડ્ડીના પડોશી તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે પીએમ મોદીને હરાવવા માટે પૂરા પ્રયાસો કરી દીધા છે. આ વ્યૂહ રચના પાછળના સમીકરણ અને ગણતરીઓને લઇ ભાજપ પણ ઘણું જ સચેત થયું છે.

વડાપ્રધાનને મળવાને લઈને તમામ પ્રકારની અટકળો
આ બધા સમીકરણો વચ્ચે હવે એવું પણ જાણવા મળી રહ્યું છે કે હાલ સપા સુપ્રીમો અખિલેશ યાદવ અને AAP પાર્ટી પણ તેમને સંપૂર્ણ સમર્થન આપી રહી છે. આવી સ્થિતિમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીની અવારનવાર દિલ્હીની મુલાકાત અને વડાપ્રધાનને મળવાને લઈને તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે આ બધી રાજકીય હવાઓની વચ્ચે નવા સમીકરણો કેવા રચાશે તે હવે જોવું રહ્યું.

જોકે આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રીને લઇ જતા હવાઈ જહાજનું ઇમરજન્સી લેન્ડિંગ તેમાં સર્જાયેલી ટેકનિકકાલી ખામીઓ છે. જોકે પાઇલોટની સુઝબુઝ અહીં કામ લાગી ગઈ હતી. વિમાનમાં ટેક્નિકલી ખામીઓ હોવાનું પકડમાં આવ્યું હતું અને કોઈ મોટો અકસ્માતન સર્જાયની તેની પણ તકેદારી રાખવામાં આવી હતી.

Most Popular

To Top