સુરત (surat) ઉધના (udhna) વિસ્તારમાં એક જર્જરિત એપાર્ટમેન્ટના પ્રથમ માળની ગેલેરી ધડાકાભેર તુટી (Gallery collapse) પડતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. માહિતી મુજબ સવારના સમયે ગેલેરીનો ભાગ તૂટી પડ્યો ત્યારે નીચે કોઈ ન હોવાથી ઈજા જાનહાનિ ટળી હતી. બાદમાં એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને સલામત રીતે બહાર કઢાયા હતાં. જો કે પ્રવેશદ્વાર પાસે ગેલેરીનો ભાગ પડતાં લોકોને બ્હાર કાઢવામાં મુશ્કેલી પડી હતી.
સુરત ઉધના વિસ્તારમાં અચાનક લક્ષ્મી એપાર્ટમેન્ટ નામની જર્જરીત બિલ્ડીંગની પહેલા માળની ગેલેરીનો ભાગ પડતાં ભયનો માહોલ સર્જાતા નાસભાગ અને અફરા તફરી મચી ગઇ હતી. જેમાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ બિલ્ડીંગ વર્ષો જૂની (old building) છે, અને જર્જરીત થઇ ગઈ છે. લક્ષ્મી એપાર્ટમેન્ટનો ગેલેરીનો ભાગ તૂટી પડયા બાદ આજુબાજુના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ કોઈને ઇજા થવાની ઘટના પ્રકાશમાં આવી નથી, અને તૂટી પડેલી બિલ્ડીંગના કાટમાળનો ભાગ વાહન પર તૂટી પડતા અનેક વાહનોને નુકસાન થયું હોય એમ કહી શકાય છે.
લક્ષ્મી બિલ્ડીંગની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. જેથી નીચે કરિયાણાની દુકાનના માલિક સહિતમાં ભય ફેલાયો હતો. જેમણે પાલિકાને જાણ કરતા પાલિકાનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બનાવના પગલે તંત્રનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના સવારના સમયે બની હોવાથી કોઈ જાનહાની નોંધાઈ નથી. જો કે દુર્ઘટના બાદ પોલીસને જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી.
સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલએ ઘટનાની જાણ બાદ સ્થળ વિઝિટ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે ખાનગી માલિકીની જગ્યા પર બનેલા ચાર માળના બિલ્ડીંગમાં 36 ફ્લેટ આવેલા છે. ગેલેરીનો ભાગ તૂટી પડ્યા બાદ એમ કહી શકાય કે, બિલ્ડીંગ આખું જર્જરિત થઈ ગયું છે. માટે જ ત્યાંના રહેવાસીઓને તાત્કાલિક અન્ય જગ્યાએ સ્થળાંતર કરી લેવા સલાહ સુચના અપાઈ છે. એટલું જ નહી પણ જો એમના ઘર વખરી અને સામાનનો પ્રશ્ન ઉભો થતો હોય તો એમને વૈકલ્પિક મદદના ભાગ રૂપે નજીકની કોઈ શાળામાં સામાન મુકવા 2-4 દિવસ આપવાની તૈયારી પણ બતાવવામાં આવી છે.