અનન્યા પાંડે અફસોસ કરી રહી છે કે તેની કારકિર્દી હજુ આરંભાઇ જ રહી હતી અને કોરોનાએ ટેબલો પાડયો. ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર-2’ પછી ‘પતિ પત્ની ઔર વો’માં લોકોને ફ્રેશ લાગી હતી. તે ખુશ હતી કે આજ ફિલ્મો તેના માટે ઘણી ફિલ્મો અપાવે એવી જાનદાર નીકળી અને ઇશાન ખટ્ટર સાથેની ‘ખાલી પીલી’ પણ આવી ગઇ. મતલબ કે રાજધાની એકસપ્રેસ તેના માટે પ્લેટફોર્મ પર આવી ચુકી હતી પણ તેને પ્લેટફોર્મ પર જ એન્ટર થવા દેવામાં ન આવી આ કોરોનાને કારણે.
પણ અન્યાએ અફસોસ ન કરવો જોઇએ કારણ કે તેની ફીલ્મો આ દોઢ વર્ષમાં રજુ નથી થઇ તો બીજાનીય નથી થઇ અને હવે બીજાની થવા માંડશે તો અનન્યાની પણ આવશે. તેમાંય ‘લાઇગર’ તો સાઉથના વિજય દેવરકોંડા સાથે છે જે તેલુગુમાં પણ રજૂ થવાની છે. બે ભાષામાં ફિલ્મ મળે તે તો આજના સમયમાન ખાસ ગણાય છે. કરણ જોહર અનન્યાના ફૂલ સપોર્ટમાં છે અને લાગે છે કે જયાં સુધી તે સકસેસ નહિ જશે ત્યાં સુધી તેને તક આપશે. કરણ જોહરે આલિયાથી માંડી સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે આ પ્રમાણે જ કર્યું છે. અનન્યા પાંડે એકદમ કોલેજીયન છોકરી જેવી દેખાય છે એટલે તેને નવા અભિનેતાઓ સાથે જ તક મળે તેમ છે.
કિયારા અડવાણી જેવો ચહેરો ને ફીગર હોત તો સેટ થયેા સ્ટાર સાથે ય તક મળી હોત. અનન્યા ઇચ્છે છે કે આવનારા બે વર્ષમાં તે મેકિસમમ માઇલેજ કાપી લે. આ કારણે જ સિધ્ધાર્થ ચતુર્વેદી સાથે ‘ખો ગયે હમ કહાં’ ફિલ્મ પણ તેણે સ્વીકારી છે. શકુન બત્રા પણ તેની સાથે એક ફિલ્મ પૂરી કરી ચુકયો છે.અનન્યાના પિતા ચંકી પાંડે કોઇ મોટા સફળ અભિનેતા ન હતાપણ અનન્યા પાસે તેઓ મોટી આશા રાખી રહ્યા છે. અનન્યા છે પણ બ્યુટીફૂલ અને ખૂબ મહેનત કરવા ય તત્પર છે. પોતાની પહેલી જ ફિલ્મમાં ટાઇગર શ્રોફ, તારા સુતરીયા સાથે હતી ત્યારથી સમજી ગયેલી કે સ્પર્ધા તો રહેશે જ. બીજી ફિલ્મમાં કાર્તિક આર્યન ને ભૂમિ પેડણેકર હતા અને હવે શકુન બત્રાની ફિલ્મમાં તો દિપીકા પાદુકોણ પણ છે એટલે સ્પર્ધાની ચિંતા વડે તે કામ કરે છે. તેની સારી વાત એ છે કે પોતાના વિશે તે બહુ બોલબોલ નથી કરતી અને હજુ સુધી તે કોઇના લફડામાં હોય તેવું ય જણાયું નથી. જો તે સિરીયસલી કામ કરશે તો સકસેસ સામે જ છે.