આણંદ: આણંદ જિલ્લા અને શહેર વિસ્તારોમાં ગાંજાની હેરાફેરી વધી છે. યુવા પેઢીને બરબાદ કરતી આ ગુનાખોરી ઉપર સખ્ત અંકુશ લગાવવા માંગ ઉઠી રહી છે. આણંદ એસઓજી પોલીસે 20 કિલો ગાંજાની હેરાફેરી ઝડપી છે. આણંદ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર જી.એન.પરમાર તથા પો.સ.ઇ એચ.એમ.રાણા તથા એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં તે દરમિયાન પો.કો પ્રતિપાલસિહ રણજીતસિંહને બાતમી મળી કે એક સીએનજી રીક્ષા નંબર GJ2321435 કે જે રીક્ષાની આગળની નંબર પ્લેટ અડધી તુટેલ છે. પાછળના ભાગે રીક્ષાનો નંબર લખેલ છે. જે રીક્ષાનો ચાલક સુરેશભાઇ ડબગર તથા તેની સાથે બીજો ઇસમ બેઠેલ છે. જે રીક્ષા વાસદ તરફથી બોરસદ થઇ પેટલાદ તરફ ગેરકાયદેસરનો ગાજો લઇને પસાર થવાનો છે.
જે બાતમી હકીકત આધારે એસ.ઓ.જી પોલીસ સ્ટાફના અધિકારી તથા માણસો વોચ ગોઠવી હતી. જે મુજબ બોરસદ વાસદ ચોકડી ઉપર વર્ણન મુજબની રીક્ષા નં. GJ2321435ને પસાર થતાં તેને અટકાવી હતી. રીક્ષામાં તપાસ કરતા (1) સુરેશભાઇ કચનલાલ ડબગર રહે. લીબાકુઇ તા.પેટલાદ જી આણંદ તથા (2) દીનેશ ઉર્ફે ભુર્યો ઇશ્વરભાઇ તળપદા રહે. મલાવ ભાગોળ વાઘરી વાસ તા.પેટલાદ જી.આણંદ 20 કિલો ઉપરાંતના ગાંજા સાથે ઝડપ્યા હતા. એસઓજી પોલીસે દ્વારા 20,015 કિલોગ્રામ ગાંજા કિંમત 2,00,150/- તથા એક મોબાઇલ કી.રૂ. 2500/- તથા સીએનજી રીક્ષા કિંમત રૂ.50,000/- મળી કુલ રૂ.2,52,650/ નો કબજે કરી ઉપરોક્ત ઇસમ વિરુદ્ધ બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.