આણંદ : આણંદના સાંસદ મિતેષભાઇ પટેલને જન્મ દિવસના અભિનંદન પાઠવવા સમગ્ર જિલ્લામાંથી ભાવકો, હિતચિંતકો તેમજ રાજકીય, સામાજિક આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરોએ શુભેચ્છકો ઉમટી પડ્યા હતા. વ્હેલી સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમ સાંજના 3 કલાક સુધી ચાલ્યો હતો. વળી આ નિમિત્તે સાંસદ જનસેવા કાર્યાલય ટીમ દ્વારા યુવા મોરચાના સહકારથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. જોકે સૌથી મોટું આકર્ષણ મિતેષભાઈ પટેલને આ સાંસદ તરીકે વિવિધ કાર્યક્રમોમાં મળેલ ભેટ સોગાદની નિ:શુલ્ક વહેચણી માટે બનાવવામાં આવેલા મ્યુઝિયમ ખાસ આકર્ષણ રહ્યું હતું. આ તબક્કે ઉપસ્થિત સંતોએ તેઓના ઉજ્વળ ભવિષ્ય અને નિરામય સ્વાસ્થ્ય માટે મંગલ કામના કરી હતી.
આણંદના સાંસદ મિતેષભાઈ પટેલે કોરોના કાળના સેવાભાવી નેતાથી લઈ વિધાનસભા ચૂંટણીમાં સફળ રણનીતિકાર તરીકેની તેમની કામગીરી તેમજ જીલ્લામાં આધુનિક વિકાસની તેમની આગવી સૂઝબૂઝ પણ ખૂબ પ્રશંસા પામી રહી છે. આ ઉમળકો 27મી ઓગસ્ટ 2023 ના રોજ ઉજવાઈ ગયેલા તેમના જન્મદિવસના લોક નજરે ચઢ્યો હતો. સાંસદ મિતેષભાઈ પટેલના 58મા જન્મદિવસે તેઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવવા સામાન્ય પ્રજાજનથી લઈ સામાજિક, રાજકીય આગેવાનો, ઉદ્યોગકારો તેમજ પાર્ટી કાર્યકરોનો જમાવડો જામ્યો હતો. આ તબક્કે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું.
મહત્વનું છે કે આ પ્રસંગે મિતેષભાઈ પટેલને આણંદ સાંસદ તરીકેના ચાર વર્ષ પૂર્ણ થયા છે. જે સમય દરમ્યાન વિવિધ કાર્યક્રમો અને પ્રસંગોએ તેઓને સમાજ તરફથી મળેલ ભેટ સોગાદો તેઓએ તેઓના પ્રશંસકો અને કાર્યકરોને સાભાર અર્પણ કરવા ખાસ મ્યુઝિયમ બનાવ્યું હતું. જેમાં તે તમામ ભેટ સોગાદોની વસ્તુઓ મૂકવામાં આવી હતી. જેમાંથી જે શુભેચ્છક મુલાકાતીને જે વસ્તુ ગમે તે નિ:શુલ્ક લેવાની છૂટ આપવામાં આવી હતી.અહી રાખવામાં આવેલ 300થી વધુ ભેટ સોગાદો સાંસદ મિતેષભાઈ પટેલ દ્વારા તેઓના પ્રસંશકો ,શુભેચ્છકો અને કાર્યકરોને યાદગીરી રૂપે આપવામાં આવી હતી.
સાંસદ સફળ ઉદ્યોગપતિ સાથે કુશળ રાજનેતા પણ સાબિત થયાં
આ પ્રસંગે ક્ષત્રિય ઠાકોર સેનાના મહામંત્રી અમિતજી ઠાકોરે જણાવ્યું હતું કે, એક સફળ ઉદ્યોગપતિ એક સફળ રાજનેતા પણ સાબિત થઈ રહ્યા છે.સમાજના તમામ વર્ગની જનતાને સાથે રાખવી અને સમાન ભાવે મહત્વ આપવા બાબતનો સ્વભાવ તેમને પ્રજા સાથે પોતાપણા માં બાંધી રાખે છે.સામાન્ય જનતાને કોઈપણ આકસ્મિક કામમાં વિના સંકોચે મદદ કરતા હોવાના કારણે આણંદ જીલ્લાની જનતાને તે પ્રજાનો પોતીકો પ્રતિનિધિ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.રાજકારણમાં આવી વૃત્તિ અને પ્રવુતિ ધરાવતા વ્યક્તિત્વ જૂજ મળે છે સાચું કહિએ તો મળવા મુશ્કેલ છે.
આણંદ-બોરસદની બેઠક કોંગ્રેસ પાસેથી છીનવી લીધી
આ પ્રંસંગે ઉપસ્થિત હિન્દુ ધર્મસેના આણંદ જિલ્લાના પ્રમુખ અને ક્ષત્રિય યુવા આગેવાન સંદીપભાઈ પરમારે જણાવ્યું હતું કે, ગત વિધાનસભા ચૂંટણીમાં સાંસદ તરીકે મિતેષભાઈ પટેલની કામગીરી નજરે જોવાની તક મળી હતી. જીલ્લાની તમામ વિધાનસભા બેઠકોના સામાજિક અને રાજકિય સમીકરણો ઉપર તેમની સતત નજર રહેતી હતી. જોકે ખાસ કરીને તેઓની વ્યૂહાત્મક રણનીતિની સફળતા આણંદ ,બોરસદ અને આંકલાવ બેઠકોના બદલાયેલ રાજકીય સમીકરણોમાં નજરે ચઢી હતી. જે ત્રણેય બેઠકોમાંથી આણંદ અને બોરસદ બેઠકોમાં ભાજપ વિજયી બન્યો હતો. એ વાત નોંધનીય છે કે તેઓને બોરસદ અને આંકલાવની વિશેષ જવાબદારી હતી જ્યારે આણંદ જિલ્લાનું વડુ મથક હોઈ તેને કોંગ્રેસના હાથેથી હસ્તગત કરવા તેઓ તમામ બાબતોમાં માર્ગદર્શન કરતા હતા.