અખબારી સમાચાર મુજબ રોજ ડુપ્લીકેટ પનીર પકડાતુ રહે છે. સવાલ એ થાય છે કે પનીરનું જેટલું ઉત્પાદન થાય છે તેનાથી વધુ વપરાશ છે. આજે લગ્ન પ્રસંગમાં કે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો પણ પહેલુ શાક પનીરનુ જ હોય છે. દૂધની અમુક ડેરીઓ જે દૂધમાંથી મલાઈ બનાવી વેચે છે તો સવાલ થાય છે કે દૂધમાંથી મલાઈ નીકળી ગયા પછી તે ક્રીમ વગરના દૂધમાંથી ડેરીવાળા શું બનાવતા હશે? અમુક મોટી ડેરીઓ જે મોટા જથ્થામાં માખણ, ચીઝ, પનીર બનાવે છે તે પણ દૂધમાંથી બનતું હોય છે તો પછી જે દૂધમાંથી જંગી પ્રમાણમાં પનીર, માખણ, ચીઝ બન્યું હોય એ ક્રીમ વગરના દૂધનુ શું કરતા હશે તે સવાલ થાય છે.
હાલમાં જે ડુપ્લીકેટ પનીર પકડાય છે તેના કરતા અનેક ગણુ પનીર તપાસ વગરનું વેચાતુ અને ખવાતુ હોય તેવી શક્યતા નકારી ન શકાય એસ.એમ.સી. હવે ચીઝ, પનીર, માખણના ઉત્પાદનનું સર્વે કરાવે અને રોજ વપરાતા પનીર માખણ ચીઝનું સર્વે કરાવે અને ગણતરી કરે કે રોજ કેટલું ઉત્પાદન છે? અને કેટલુ વેચાણ થાય છે? તેનો ચોક્કસ આંકડો મેળવે તે જરૂરી છે. આ લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો વિષય છે અને તેની તપાસ થવી ખૂબ જ જરૂરી છે
સુરત – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.