World

રાજપીપળાની ગાયિકાએ ઈંગ્લેન્ડમાં નરેન્દ્ર મોદી અને ઋષિ સુનિકની સિદ્ધિઓ વણર્વતું ગીત બનાવ્યું!

નવી દિલ્હી: દુનિયાભરમાં આજે જ્યારે દરેક ક્ષેત્રમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ત્યારે રાજપીપળાની ગાયિકાએ ઈંગ્લેન્ડમાં ભારતનું ગૌરવ વધાર્યુ છે. આ ગાયિકાએ ઈંગ્લેન્ડમાં પ્યાર કી કસમ ગીતમાં સૂરીલા કંઠના કામણ પાથર્યા છે.

મૂળ રાજપીપળાના વતની એવા પ્રીતિબેન એમ સુરતી હાલ ઈંગ્લેન્ડમાં રહે છે. તેઓ 17 વર્ષથી બોલીવૂડ અને ગરબાના પ્રોફેશનલ સિંગર લંડનમાં અસંખ્ય પ્રોગ્રામ આપનાર પ્રીતિબેનનું પ્રથમ ગુજરાતી આલ્બમ દ્વારકા વાળો લાગે રૂપાળો હતું. જ્યારે બીજુ હિન્દીમાં આલ્બમ પ્યાર કી કસમ છે.

નર્મદા જિલ્લાના રાજપીપળાના વતની એવા પ્રીતિબેનને બાળપણથી જ ગાવાનો શોખ હતો. સ્કૂલ-કોલેજમાં ગાવાનું શીખ્યું હતું. સ્કૂલમાં પ્રથમવાર જલારામ બાપાનું ભજન ગાયું હતું.

પ્યાર કી કસમ આલ્બમ અંગે પ્રીતિબેને કહ્યું કે, આપણા પીએમ મોદીજી ગુજરાતના છે એટલે મને એમના માટે ઘણો લગાવ અને સન્માન ખૂબ જ છે. એમની ભાવના આપણા ભારતને વિશ્વગુરુ બનાવવાની ભાવના દીલને સ્પર્શ કરી જાય છે. એટલે ગીતમાં પણ એ શબ્દોનો ઉલ્લેખ છે.

ગીત અંગે વધુમાં તેણીએ ઉમેર્યું કે, હેતુ તો મારા સોંગના નામ પરથી જ ખબર પડે છે, પ્યાર કી કસમ એટલે કે આપણે બધાજ દેશો પાસે પ્રેમની ભાવના રાખીએ અને એ બધા રાખે એજ છે. જેમ કે લંડનના પીએમ ઋષી સુનકનું નામ પણ મારા સોંગમાં જોવા મળે છે. એજ પ્રમાણે બીજા દેશો પાસે ભાવના છે એ જ આપણા સોંગનો હેતું છે. પ્યાર કી કસમ અને દ્વારિકા વાડો લાગે રૂપાડો તથા સ્ટીવનેજ ટાઉન આલ્બમમાં તેમણે મધુર કંઠ આપ્યો છે. જેને કેશવ રાઠોડે લખ્યા છે. જે નામાંકિત ગુજરાતી ફિલ્મોના લેખક અને ડિરેક્ટર છે.

Most Popular

To Top