Madhya Gujarat

વિદ્યાનગરની બીવીએમમાં ઈવી ચાર્જર પર એક્સપર્ટ ટોક યોજાયો

આણંદ : બીવીએમ ખાતે “આઈઓટી પ્રોડકટ ડેવલપમેન્ટ એન્ડ એપ્લિકેશન તથા ઈવી ચાર્જર પર એક્સપર્ટ ટોક યોજાયો હતો. જેમાં ઇલેક્ટ્રોનિક્સ તથા ઇસી એન્જીનીયરના 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આઈઓટી સિસ્ટમ ડિઝાઇન,પ્રોગ્રામીંગ તથા એમ્બેડેડ સિસ્ટમ અને ઈવી ચાર્જર ક્ષેત્રે ઉજ્જવળ તકો વિષે માહિતી આપાવમાં આવી હતી. ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ તથા સીવીએમ યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ એન્જીનીયર ભીખુભાઇ પટેલના વડપણ તથા માર્ગદર્શન હેઠળ ઇલેક્ટ્રોનિક્સ એન્જી તથા ઇસી એન્જી.ડિપાર્ટમેન્ટ ના સંયુક્ત ઉપક્રમે આઈઓટી પ્રોડકટ ડેવલપમેન્ટ એન્ડ એપ્લિકેશન તથા ઈવી ચાર્જર  વિષયો પર એક્સપર્ટ ટૉક યોજાયા હતા.આ પ્રસંગે એક્સપર્ટ તરીકે ડો.ઉર્મિલા પાટીલ તથા એન્જીનીયર મિતેશ પરીખ (હાર્ડવેર એન્જીનીયર,ઈ-ઇન્ફોચિપ્સ) ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ ડો.ઈંદ્રજિત એન.પટેલે જણાવ્યું હતું કે, ઉપરોક્ત વિષયોનો એઆઈસીટીઈના ટોપ 10 ટેક્નોલોજિકલ ઇમર્જિંગ ટ્રેન્ડસમાં સમાવેશ થાય છે આ ઉપરાંત  આગામી સમયમાં ધોલેરા ખાતે ચિપ મેન્યુફકેચરિંગ પ્રોજેક્ટ્સ સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે. જે ગુજરાત ખાતે ઇલેક્ટ્રોનિક્સ તથા ઇસી એન્જીનીયર્સ માટે નવી તકો ઉભી કરશે.આ પ્રસંગે ડો.તન્મય પવાર(હેડ,ઇલેક્ટ્રોનિક્સ એન્જી)એ જણાવ્યું હતું કે આઈઓટી પ્રોડકટ ડેવલપમેન્ટ એન્ડ એપ્લિકેશન ટૉક નો મૂળભૂત ઉદ્દેશ્ય આઈઓટી સિસ્ટમ ડિઝાઇન,પ્રોગ્રામીંગ તથા એમ્બેડેડ સિસ્ટમ વિષે માહિતગાર કરવાનો હતો.ડો.ભાર્ગવ ગોરડિયા (હેડ,ઇસી એન્જી )એ જણાવ્યું હતું કે ઈવી ચાર્જર્સ ટૉકનો મૂળભૂત ઉદ્દેશ્ય  ઈવી ચાર્જરસની  ડિઝાઇનમાં  ઇલેક્ટ્રોનિક્સ તથા એમ્બેડેડ સિસ્ટમનું  મહત્વ તથા આ ક્ષેત્રે ઉજ્જવળ તકો વિષે માહિતી આપવાનો હતો.આ ઇવેન્ટમાં ઇલેક્ટ્રોનિક્સ તથા ઇસી એન્જીના 300 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે  ડો.ડી.એમ.પટેલ પ્રો.અનીશ વ્હોરા તથા પ્રો.અમિત ચોક્સીએ ઉત્સાહપૂર્વક કામગીરી હાથ ધરી હતી.

Most Popular

To Top