Charchapatra

ઓનલાઇન બની રહેલું વિશ્વ

દોસ્તો નાનપણમાં એક બાળગીત સાંભળ્યું હતું… ‘આંગળાનો જાદુ મારા આંગળાનો જાદુ’ અને હવે મારા નહી પણ આપણા સૌના આંગળા જાદુ કરવા લાગ્યા છે. દુનિયાની ઝીણામાં ઝીણી માહિતી આંગળીના ટેરવે છે. એક કિલકમાં તો વિશ્વનો કોઇપન વિષય, ઘરના સમાચાર, રાજકારણી, અન્ય બાબતો બધુ પ્રત્યક્ષ હાજર થઇ જાય. નાના ટાબરિયાઓથી લઇને વયોવૃદ્ધ સુધીના બધા જ ઓનલાઇનની માયા જાળમાં ફસાય ગયા છે. આજકાલ સવાર પડે એટલે ઓનલાઇન ચાલુ.

પછી તો દિવસ વિતતા ઓનલાઇન કલાસ, શોપિંગ, ગેઇમ, ટિકિટ, બુકિંગ, ઇન્ફર્મેશન જેવા અનેક કાર્યો અને સુતી વખતે બાકી રહી જાય તો ઇમેઇલ ચેકિંગ, કોમેન્ટસ, ડેટા શેરિંગ, ફ્રેન્ડ લિસ્ટ બધુ બરાબર ચકાસણી કરી પછી સુવાનું આ એક આપણા સૌમાં ‘ટ્રેન્ડ’ બની ગયું છે. ઓહો! કેવી અદ્‌ભૂત છે આ ઓનલાઇનની દુનિયા! ‘ઓનલાઇન માટે પાયાનું પરિબળ એટલે ઇન્ટરનેટ.’ સૌ પ્રથમ ઇન્ટરનેટની શરૂઆત વર્ષ ૧૯૬૦ માં અમેરિકામાં ARPANET ના નામે થઇ હતી.

અને આજે હવે સંસાર માટે સૌથી અગત્યનું માધ્યમ બની ગયું છે. ઇન્ટરનેટ દરિયો છે જેમાં ડૂબકી લગાવતાં જ શિક્ષણ, વ્યવસાય, ઉદ્યોગ, બેન્કિંગ, વાહન વ્યવહાર સંરક્ષણ, બુકિંગ, ડાન્સિંગ, સરકારી યોજનાઓ જેવી તમામ માહિતી પ્રાપ્ત છે. ૨૦૧૯-૨૦ થી તો કોવિડ-૧૯ ની મહામારીને કારણે ઓનલાઇનનું મહત્વ વધી ગયું છે. ફેસબુક, ટિવટર, ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ જેવી સોશિયલ એપ દ્વારા સમગ્ર વિશ્વના લોકો ઓનલાઇન નજીક આવી ગયા છે. આપણે સૌ જાણીએ છીએ કે સિકકાની બે બાજુની જેમ ઓનલાઇન વિશ્વના ફાયદાની સાથે ગેરફાયદા પણ એટલા જ છે.

ઓનલાઇન એજયુકેશનમાં બાળક ઘરે બેઠા બેઠા જ અભ્યાસ પણ કરી શકે છે આમ મોબાઇલનો વધુ પડતો ઉપયોગથી બાળકના માનસ પર અસર થાય છે.  આજકાલના સંબંધ પણ ઓનલાઇન થઇ ગયા છે. જયાં બધા વડીલો ગામના ચોરે બેસીને વાતો કરતાં હવે એનું સ્થાન મોબાઇલે લઇ લીધું છે. કોઇપણ સંદેશ, ફોટા મોકલવા હોય તો મોબાઇલથી મોકલી શકો છો. ત્યારે એની જ સામે આપણું ટપાલખાતું બસ નામ માત્રનું રહી જવા પામ્યું છે. દોસ્તો, ઇન્ટરનેટનો સમજદારીપૂર્વક કરેલો ઉપયોગ આપણા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે. અને જો બેધ્યાન બન્યા તો જીવનને છિન્ન ભિન્ન કરી દેવાની તાકાત ધરાવે છે. માટે જ તો ‘ઇન્ટરનેટનો યોગ્ય ઉપયોગ કરીને ઓનલાઇન થઇ રહેલું વિશ્વનો એક હિસ્સો બનીએ; ના કે છેતરપિંડીનો કોઇ હિસ્સો બનીએ.
અમરોલી – આરતી જે. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top