SURAT

સુરતના રાજમાર્ગ પર ઈદે મિલાદનું જુલૂસ નીકળ્યું, મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા

સુરતઃ સુરત પોલીસ દરેક નાગરિકની સુરક્ષા માટે સજ્જ અને સક્ષમ છે.રાજમાર્ગ પર ઈદે મિલાદનું જુલૂસ કાઢવા મંજૂરી આપી અનોખો દાખલો બેસાડ્યો સૈયદપુરાની ઘટના પછી મુસ્લિમ સમાજમાં ઊભા થયેલા અવિશ્વાસના માહોલને ભાંગવા,સુરત પોલીસ સુરતના કોઈપણ શેહરીજન ને સુરક્ષા બંદોબસ્ત આપવા સક્ષમ છે, એવો સ્પષ્ટ મેસેજ આપવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સવારે 11 વાગ્યે ઈદે મિલાદનું જુલૂસ રાજમાર્ગ પરથી કોઈ સંસ્થાઓ કાઢવા માંગતી હોય તો છૂટ આપી હતી.

પોલીસે મંજૂરી આપતા 11 વાગ્યા બાદ રાજમાર્ગ પર ઈદે મિલાદનું જુલૂસ નીકળ્યું હતું. ઝાંપા બજારથી નીકળેલું જુલૂસ બપોરે 3 કલાકે ખ્વાજા દાના સાહેબની દરગાહ ખાતે પૂર્ણ થશે. પોલીસ કમિશનર ગેહલોત એ રાજમાર્ગ થી જે સંસ્થાઓ જુલૂસ કાઢવા માંગતો હોય એ દરેક મંડળો ને પોલીસે પરમીટ આપી હતી. ઈદે મિલાદ નું જુલૂસ આ વર્ષે મોટાભાગે શેરી, મોહલ્લામાં નીકળી રહ્યું છે. જેને લીધે રાજમાર્ગ પર લાખો લોકો જોડાયા ન હતા. 20,000 જેટલા લોકો ઝાંપા બજારથી રાજમાર્ગ ખ્વાજા દાના દરગાહ સુધી જુલુસમાં જોડાયા હતા.

પોલીસે સંવેદનશીલ વિસ્તારના માર્ગો, ગલીઓ અને રૂટના મકાનોના ટેરેસ પર પણ બંદોબસ્ત ગોઠવી સવારે 11 થી બપોરે 1.30 સુધી ડ્રોન કેમેરા થી નિગરાની રાખી હતી. સુરત પોલીસે ઈદે મિલાદના આ જુલુસને ગણપતિ વિસર્જનનાં ટ્રાયલ – માર્ચ તરીકે લખાવ્યું હતું. જેમાં પોલીસની વ્યૂહરચના સફળ થતી જણાઈ છે.

શહેરમાં 144 સ્થળોએ ઇદે મિલાદના જૂલૂસ નીકળ્યા
સુરતમાં હાલમાં 144 જેટલા સ્થળોએ ઇદના જૂલૂસ નીકળ્યા છે. રાજમાર્ગ પર જુલૂસનું એક છેડો ભાગળ ચાર રસ્તા પર તો બીજો છેડો ચોકની કમાલગલી સુધી હતો. આખાય રાજમાર્ગ પર જુલૂસના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઈદે મિલાદના આગલા દિવસે સુરત શહેર પોલીસે પૂરતી તૈયારીઓ કરી હતી. જુલુસ નીકળવાના હોય તે તમામ વિસ્તારોમાં પોલીસે ફલેગમાર્ચ કરી હતી.

Most Popular

To Top