સુરત: સુરત (Surat) શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા આદિત્ય કોમ્પલેક્સમાં ગુરુવારની રાત્રે અચાનક લિફ્ટ ખોટકાઈ (Lift Stopped) જતા 10 જણા ફસાઈ ગયા હતા. ભારે જહેમત બાદ પણ લિફ્ટ ચાલુ ન થતા આખરે ફાયર વિભાગની મદદ લેવી પડી હતી. એટલું જ નહીં પણ ઓવર લોડને કારણે લિફ્ટ ખોટકાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
ભુપેન્દ્રભાઈ રાજ (મોટા વરાછા ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે ઘટના ગુરુવાર ની મોડી રાત ની હતી. આદિત્ય કોમ્પ્લેક્સની લિફ્ટમાં 10 જણા ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું એટલું જ નહીં પણ ચોથા માળેથી ત્રીજા માળે આવતા ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 3 બાળક સહિત કુલ 10 લોકો ફસાયા હતા.
વધુમાં જણાવ્યું હતું કે ઘટના બાદ સોસાયટી એ વારંવાર લિફ્ટ મેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં 35-45 મિનિટ બગડી ગઈ હતી. જોકે ફાયરને કોલ મળતા જ તાત્કાલિક દોડીને બધા ને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા.
આરતી પટેલ (વકીલ) એ જણાવ્યું હતું કે સંજોગવશાત હું એ જ કોમ્પલેક્સમાં હતી. ત્યારે જ ફોન આવ્યો ને ખબર પડી કે લિફ્ટ ખોટકાઈ છે. જેમાં બહેન-બનેવી અને ત્રણ બાળક પણ છે. તાત્કાલિક દોડી ને ગઈ તો બાળકોનો રડવાનો અવાજ આવ્યો હતો. બહેન-બનેવી ને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.
લિફ્ટ ટેક્નિસિયન સાથે વાત કરી તો દૂર છે આવતા મોડું થશે એવું જાણવા મળ્યું, 45 મિનિટ થઈ ગઈ હતી. એટલે ફાયર ને કોલ કરતા 8 મિનિટમાં મદદ મળી ગઈ, લિફ્ટ નહિ ખુલતા તોડી ને બધા ને બહાર કાઢવા પડ્યા હતા. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે આવું વારંવાર થાય છે, લિફ્ટની સ્વીચ પણ અંદર ઘુસી ગયેલી હાલતમાં હતી. આ બાબતે મેન્ટેનન્સ નો અભાવ હોય એ વાત ને નકારી શકાય નહીં, જોકે સમય સર ફાયરની મદદ મળી રહેતા તમામ ને બચાવી લેવાયા હતા.
લિફ્ટમાં ફસાયેલાના નામ
નરોત્તમભાઈ ચાગેના (50), ભગવતીબેન ચાગેના (45), ગીરિશભાઈ કુકડીયા (38), વીલાસબેન કુકડીયા (36), મંત્ર કુકડીયા (5), પ્રયોસા કુકડીયા (3), કિયારા કુકડીયા (2), કૈલાસબેન ભીકડીયા (35) અને મુસ્લિમ દંપતી