મેંગલુરુઃ કર્ણાટકના (Karnataka) મેંગલુરુમાંથી (Mangaluru) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના કડાબા વિસ્તારમાં એક યુવકે એક બે નહી પણ ત્રણ સગીરાઓ ઉપર એસિડ કેંક્યું છે. પીડિત સગીરાઓ પ્રી યુનિવર્સીટી એક્ઝામ (Pre University Exam) આપવા ગામમાં નજીકના સેંન્ટર ઉપર પહોંચેલી સગીરાઓ ઉપર એસિડ અટેક (Acid attack) કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ જ્યારે યુવતીઓ પરીક્ષા આપવા સેન્ટર પર પહોંચી ત્યારે ત્યાં પહેલાથી જ ઉભેલા 23 વર્ષના અબીને તેઓ પર એસિડ ફેંક્યું હતું. ઘટનાની માહિતી મળતા જ ત્યાં હાજર લોકોએ હુમલાખોરને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. તેમજ પોલીસે આરોપી અબીનની ધરપકડ કરી લીધી છે.
પોલીસના જણાવ્યા અનુસાર અબીન કેરળનો રહેવાસી છે અને તેણે MBAનો અભ્યાસ કર્યો છે. તેમજ તે પીડિતાઓને પહેલાથી જ ઓળખે છે. આરોપી અને પીડિતાઓ કેરળના એક જ સ્થળના રહેવાસી છે. હાલમાં પીડિતાઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. તેમજ પોલીસે આરોપિ અબીનની વધુ તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો?
પોલીસ તંત્રના જણાવ્યા મુજબ કે ત્રણે સગીરાઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. પરંતુ ત્રણેના ચહેરા એસિડના કારણે ખુબ જ ગંભીર રીતે દાજી ગયા છે. તેમજ તેઓની હાલ સારવાર ચાલી રહી છે. આ અટેક ત્યારે થયો હતો, જ્યારે ત્રણે વિદ્યાર્થીનીઓ યુનિવર્સિટીના કોરીડોરમાં ઉભી રહી વાતો કરી રહી હતી. ત્રણે વિદ્યાર્થીનીઓ એક્ઝામ સેંન્ટર ઉપર પ્રી યુનિવર્સીટી એક્ઝામ (PUE) આપવા પહોંચી હતી. આ દરમિયાન માસ્ક પહેરેલો એક ઇસમ ઘટના સ્થળે આવ્યો હતો. તેમજ ત્રણેયને બોટલ બતાવી તેણીઓના મોઢા ઉપર એસિડ ફેંક્યું હતું. તેમજ આ ઇસમ જ્યારે ધટના સ્થળેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે ત્યાં ઉપસ્થિત પ્રત્યક્ષદર્શિઓએ તેને પકડી પાડી પોલીસના હવાલે કરી દીધો હતો.
સમગ્ર મામલે ઇંચાર્જ અધિકારીએ જણાવ્યું હતું કે, “પીડિતાઓને કડાબા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ ત્યાંના ડોકટરોએ પરિવારોને વધુ સારી સારવાર માટે સગીરાઓને મેંગલુરુ હોસપિટલ ખસેડવાની સલાહ આપી હતી. કારણ કે સગીરાઓ એસિડ અટેકમાં થર્ડ ડીગ્રી દાઝી ગઇ હતી.”