મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhyapradesh) વિદિશામાં (Vidisha) મંગળવારે એક 8 વર્ષનો છોકરો 60 ફૂટ ઊંડા બોરવેલમાં (borewell) પડ્યો હતો. બુધવારે લગભગ 24 કલાક બાદ બાળકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. 8 વર્ષનો લોકેશ મંગળવારે રમતી વખતે ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો. બોરવેલ 60 ફૂટ છે અને લોકેશ લગભગ 43 ફૂટ પર ફસાઈ ગયો હતો. SDRFની 3 ટીમ અને NDRFની 1 ટીમ બાળકને બચાવવામાં (Rescue) લાગી હતી. બાળકને ઓક્સિજન પણ પૂરો પાડવામાં આવ્યો હતો. મેડિકલ ટીમ બાળકીને લઈને હોસ્પિટલ પહોંચી ગઈ છે.
24 કલાક બાદ રેસ્ક્યુ રહ્યું સફળ
જણાવવામાં આવી રહ્યું છે કે મંગળવારે રમતી વખતે લોકેશ 60 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. આ પછી તરત જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ પછી, NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. બાળક 43 ફૂટ ઊંડે ફસાઈ ગયું હતું. વિદિશાના એએસપી સમીર યાદવે જણાવ્યું કે, બોરવેલ પાસે 49 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. આ દરમિયાન બાળકની હિલચાલ જોવા મળી હતી. તેને ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો. જ્યાં બાળક ફસાયું હતું તે બોરવેલમાં વેબ કેમેરા પણ મોકલવામાં આવ્યા હતા.
ASPના જણાવ્યા અનુસાર, બોરવેલ અને 49 ફૂટ ઊંડા ખાડા વચ્ચે એક ટનલ બનાવવામાં આવી હતી. જેના કારણે બચાવકર્તા બાળકની પાસે પહોંચ્યા અને તેને બહાર કાઢવામાં આવ્યો. રેસ્ક્યુ દરમિયાન ડૉક્ટરોની ટીમ બાળકના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી હતી.
લોકેશને બહાર કાઢતા પહેલા કાકા કુલદીપે કહ્યું, “સરકાર અને પ્રશાસને ખેતરને બોરિંગ બનાવનાર ખેડૂતને બોલાવવો જોઈએ. જો સરકાર અને વહીવટીતંત્ર કોઈ પગલાં નહીં લઈ શકે તો હું જઈને તેના ઘરને આગ લગાવી દઈશ. હું તેને જીવતો સળગાવી દઈશ, આ હું કહું છું, તે થવું જોઈએ… પગલાં લેવા પડશે.”
ગઈકાલે બાળક બોરવેલમાં પડ્યો હતો, સારવાર દરમિયાન તેનું મોત થયું હતું
આ પહેલા મહારાષ્ટ્રના અહમદનગરના કર્જત તાલુકામાં પાંચ વર્ષનો છોકરો બોરવેલમાં પડી ગયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. સોમવારે સાંજે 7:00 વાગ્યાની આસપાસ બાળક રમતા રમતા 20 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. બાળક પડતાં જ હોબાળો મચી ગયો હતો. તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. NDRFની પાંચ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ 8 કલાકના ઓપરેશન બાદ બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો. આ પછી બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકનું સારવાર દરમિયાન જ મોત થયું હતું.