SURAT

સુરતમાં રેતીના ઢગલા પર રમતા 11 વર્ષના બાળક સાથે કંઈક એવું થયું કે તેના પ્રાણપંખેરૂ ઉડી ગયા

સુરત : નવસારી પાલિકાની શાળા બહાર નવનિર્મિત બાંધકામના રેતીના ઢગલા પર ચઢીને રમતા વિદ્યાર્થીને હાઈ ટેનશન લાઇનના કરંટથી દાઝી જવાની ઘટનામાં બે મહિના બાદ મોત નિપજતા પરિવાર શોકમાં સરી પડ્યું છે. 11 વર્ષનો નિલેશ દેવીપૂજક શાળામાં રીસેસ પડતા 20 ઉંચા રેતીના ઢગલા પર રમવા ચઢ્યો હતો.

અચાનક ક્રિકેટ બેટ હાયતેન્શન લાઈનને અડી જતા કરંટ લાગવાથી ગંભીર રીતે દાઝી ગયો હતો. એટલું જ નહીં પણ બે મહિનાથી સારવાર દરમિયાન માસુમ નિલેશના બન્ને પગ પણ કાપવા પડ્યા હતા. જોકે નિલેશે સુરતની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લેતા પરિવાર શોકમાં સરી ગયું હતું.

પરીવારે જણાવ્યું હતું કે, ઘટના 13-7-2023ના રોજ બપોરે લગભગ દોઢ વાગ્યા ની હતી. શાળા એ થી ફોન આવ્યો હતો કે તમારા બાળક ને કરંટ લાગ્યો છે જલ્દી આવજો, દોડીને ગયા તો માસુમ નિલેશને ખાનગી હોસ્પિટલ માં લઇ ગયા હતા. તપાસ કરતા ખબર પડી હતી કે રીસેસ માં નિલેશ રેતીના ઢગલા પર ચઢી ને રમતો હતો. ત્યારે હાય ટેનશન લાઇન નો કરંટ લાગતા ગંભીર રીતે દાઝી ગયો હતો. રેતી નવ નિર્મિત બાંધકામ વાળા બિલ્ડર ની અને રોડ પર હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં પણ આ દુર્ઘટના બાદ આખું તંત્ર દોડતું થઈ ગયું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, નિલેશ ગોવિંદભાઇ દેવીપૂજક (ઉ.વ.11) પંડિત દીનદયાળ નગર નવી વસાહત નવસારીનો રહેવાસી અને ધોરણ-6 નો વિદ્યાર્થી હતો. માતા-પિતા અને ચાર ભાઈઓમાં સૌથી નાનો હતો. ઘટના બાદ બે મહિના સુધી સતત મોત સામે લડતા નિલેશે આખરે સુરત ની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. આ ઘટનાનો ખાનગી હોસ્પિટલ નો તમામ ખર્ચ બિલ્ડરે ઉપાડ્યો હતો. લગભગ નિલેશ 100 ટકા દાઝી ગયો હતો. જીવ બચાવવા નિકેશન બન્ને પગ પણ કાપવા પડ્યા હતા. હાલ અથવા પોલીસ આગળની તપાસ કરી રહી છે.

Most Popular

To Top