બિહાર: નાસરીગંજ દાઉદનગર સ્થિત સોન બ્રિજ ખાતે રહેતો 11 વર્ષનો બાળક બુધવારે સવારથી ઘરેથી ગુમ હતો. રંજનની માનસિક હાલત બરાબર ન હતી. માતા પિતાને પોતાનું બાળક ગુમ થઇ ગયું છે. તે બાબતની જાણ થતા બાળકની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન નજીકના પુલ પાસેથી પસાર થતી એક મહિલાએ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. ત્યારબાદ મહિલાએ બાળક વિશે પરિવારજનોને જાણ કરી હતી.
બિહારના રોહતાસ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રોહતાસમાં આવેલા સોન નદીના પુલના બે પિલર વચ્ચે 11 વર્ષનો બાળક ફસાઈ ગયો છે. ઘટનાની માહિતી મળતાં જ એસડીઆરએફની ટીમ રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ટીમ છેલ્લા 20 કલાકથી બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ બાળકને બહાર કાઢી શકાયું નથી.
બુધવારે સાંજે 4 વાગ્યાથી બાળકની રેસ્ક્યુ કામગીરી ચાલુ છે
પહેલા તો બાળકના પરિવારજનો દ્વારા બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો પણ તેઓ બાળકને બચવામાં અસફળ રહયા.ત્યારબાદ તેઓએ પોલીસને આ વિશે જાણકારી આપી હતી. પ્રસાશનની ટીમે બુધવારે સાંજે 4 વાગ્યાથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. અને સાથે સાથે NDRFની ટીમે પણ બાળકને રેસ્ક્યુ કરવા માટે કવાયત હાથ ધરી હતી. છતાં પણ બાળકને રેસ્ક્યુ થયું નથી.
બાળકને ઓક્સિજન પહોંચાડવાના પ્રયાસો કરાયા
NDRFની ટીમ ઓક્સિજન સિલિન્ડર સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બાળકને ઓક્સિજન પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે રેસ્ક્યુ ટીમ ઉપરથી પુલ તોડીને બાળક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ઘટના સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત છે. માહિતી મળ્યા બાદ બીડીઓ મોહમ્મદ ઝફર ઈમામ, સીઓ અમિત કુમાર, એસએચઓ સુધીર કુમાર ભારે પોલીસ પ્રયાસ કરી રહ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે રંજન કુમાર ખીરીયાવ ગામના રહેવાસી છે. તેના પિતાનું નામ ત્રુઘ્ના પ્રસાદ છે. રંજન પીલર નંબર 1 અને પુલના સ્લેબ વચ્ચે ઊંડે સુધી ફસાઈ ગયો છે. કહેવાય છે કે પહેલા બાળકના રડવાનો અવાજ આવતો હતો, પણ હવે અવાજ બંધ થઈ ગયો છે.
ઉપેન્દ્ર કુશવાહા ઘટનાસ્થળે પહોંચ્યા
ઉપેન્દ્ર કુશવાહા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરીની માહિતી લીધી હતી. તેણે જણાવ્યું કે બાળક પુલની તિરાડમાં પડી ગયું છે. NDRFની ટીમ તેને કાઢવા માટે કામે લાગી છે. આશા છે કે બાળક જલ્દી બહાર આવશે.