આણંદ તા.10
આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં પશુપાલકોની આવક વધે તે માટે અમૂલ દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવે છે. જેમાં અમૂલ ડેરી દ્વારા દૂધમાં એસએનએફ અને ફેટ વધારવા માટે પશુ આહાર ‘અમૂલ એસએનએફ વૃદ્ધિ’નું લોચિંગ કરવામાં આવ્યું હતું.
અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, પશુપાલનના વ્યવસાયને નફાકારક રીતે ચલાવવા માટે વૈજ્ઞાનિક ઢબે પશુ સંવર્ધન અને પશુ પોષણ કરવું જરૂરી છે. પશુ પોષણ માટે પશુઓને પશુ પૂરક આહાર આપવું ખૂબ જ જરૂરી છે, જેને ધ્યાનમાં લઇ અમૂલ ડેરી, આણંદ દ્વારા અમૂલ ડેરી દ્વારા એક કિલો પેકમાં અમૂલ એસએનએફ વૃદ્ધિનું લોચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર, એમડી અમિત વ્યાસ, સેલ્સ એન્ડ માર્કેટિંગ વિભાગના વડા ડો. બી.એમ. ભંડેરી, આરડા વિભાગના વડા ડો. સંજય પટેલ વિગેરે હાજર રહ્યાં હતાં. આ અમૂલ એસએનએફ વૃદ્ધિ આપણા દરેક અમૂલ ફિડ (દાણ) પાર્લર તેમજ દૂધ મંડળીએ વેચાણ અર્થે મુક્યાં છે.
અમૂલ એસએનએફ વૃદ્ધિ ખવડાવવાથી દૂધમાં એસએનએફ અને ફેટ વધે છે, સાથે – સાથે પશુઓની દૂધ ઉત્પાદકતામાં પણ વધારો થાય છે, રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે. આ ઉપરાંત દૂધાળા પશુઓની ઉર્જા અને મહત્વપૂર્ણ ખનીજ તત્વોની જરૂરિયાતોને સંતુલિત કરે છે અને પશુઓને ગાભણ થવામાં મદદ કરે છે. પશુઓને અમૂલ એસએનએફ વૃદ્ધિ આપવાથી અમૂલ ડેરી સાથે સંકળાયેલા સાત લાખ પશુપાલકોને ફાયદો થશે.
ચરોતરમાં પશુઓના દૂધમાં ફેટ વધે તે માટે અમૂલ એસએનએફ વૃદ્ધિ લોંચિંગ કરાયું
By
Posted on