નવી દિલ્હી: ભારત રત્ન (Bharat Ratna), સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરના (Lata Mangeshkar) મધૂર સૂર હંમેશાને માટે રવિવારે શાંત પડી ગયા. લતા મંગેશકરના નિધનથી (Death) દેશ-વિદેશમાં તેમના ચાહકો આઘાતમાં સરી પડ્યા અને તેમને પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. તો હંમેશા અલગ અને અનોખી રીતે લાઈવ ઈવેન્ટ પર પોતાનું સ્ટેટમેન્ટ છોડી લોકોને ઈમ્પ્રેશ કરતી કંપની અમૂલે લતા મંગેશકરને પોતાની સ્ટાઈલમાં શ્રદ્ધાંજલિ (Tribute) આપી છે. અમૂલ કંપનીએ અલગ શૈલીમાં શ્રદ્ધાંજલી આપી છે, જેમાં કેટલાક ફોટોગ્રાફ્સ (Photographs) રજૂ કર્યા છે અને એક પોસ્ટર (Poster) જાહેર કર્યું છે, જેમાં લતાજીના ત્રણ અલગ અલગ રૂપ દર્શાવવામાં આવ્યા છે. એક ફોટો લતાજીના બાળપણનો છે, બીજા ફોટમાં લતાદીદી તાનપુરો વગાડતા નજરે પડે છે જ્યારે ત્રીજા ફોટામાં તેઓ પોતાની સ્ટાઈલમાં માઈક પર ગીત ગાતા જોવા મળી રહ્યાં છે.
આપકા સાયા સાથા હોગા…
આ ફોટા સાથે અમૂલે લખ્યું છે, ‘આપ જહાં જહાં ચલેંગે આપકા સાયા સાથ હોગા’. હકીકતમાં 1966ની ફિલ્મ ‘મેરા સાયા’ના લોકપ્રિય ગીત ‘તુ જહાં-જહાં ચલેગા મેરા સાયા સાથ હોગા’ પરથી રિક્રિએટ કરવામાં આવ્યું છે. અમૂલે આ ગીતના સંદર્ભમાં પોસ્ટર તૈયાર કરીને અનોખી રીતે લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી છે.
રાજનેતા, ક્રિકેટરો સહિત અનેક બોલિવુડ સ્ટાર્સે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ભારત રત્ન સ્વર કોકિલા લતા મંગેશકરને માત્ર સિનેમા જગતના લોકો જ શ્રદ્ધાંજલિ નથી આપી રહ્યા પરંતુ બોલિવૂડ ઉપરાંત રમતગમત, રાજકારણ સાથે જોડાયેલા લોકોએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ઘણા ક્રિકેટરોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો, જ્યારે પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ જેવા રાજકારણીઓએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
લતા મંગેશકરના પાર્થિવ દેહના રવિવારે સાંજે શિવાજી પાર્કમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા
ભારતે સંગીત ક્ષેત્રનો સૌથી અમૂલ્ય રત્ન ગુમાવ્યો છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 8 જાન્યુઆરીએ 92 વર્ષીય લતાજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ગયા અથવાડિયા સુધીમાં તેમની તબિયતમાં પણ સુધારો જોવા મળી રહ્યો હતો, પરંતુ શનિવારે તેમની તબિયત બગડતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ શનિવારે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું. રવિવારે સાંજે શિવાજી પાર્ક મેદાનમાં સંપૂર્ણ રાજ્યકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સીએમ ઉદ્ધવ ઠાકરે, શાહરૂખ ખાન, શ્રદ્ધા કપૂર, આશા ભોસલે, સચિન તેંડુલકર, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય ઘણી મોટી હસ્તીઓએ સંગીતના દિગ્ગજના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.