નવી દિલ્હી: બજેટ બાદ તરત જ જનતાને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. અમૂલે (Amul) દૂધના ભાવમાં (Milk Price) પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો (increased) કર્યો છે. અમૂલે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે દૂધના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત કો-ઓપરિટેવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને (Gujarat Co-operative Milk Marketing Federation) એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે પ્રતિ લિટર દૂધના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે. આ અંગેની જાણકારી અમૂલ દ્વારા 2 ફેબ્રુઆરીની રાત્રે કરવામાં આવી હતી અને આજથી એટલે કે 3 ફેબ્રુઆરીથી જ ભાવ વધારો લાગુ કરી દીધો છે. જો કે આ ભાવ વધારો ગુજરાતમાં લાગૂ પડશે નહીં. દિલ્હી મુંબઈ, પૂના સહિત અન્ય મોટા શહેરમાં લાગૂ પડશએ.
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જે અમૂલ બ્રાન્ડ હેઠળ તેની ડેરી પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરે છે, તેણે છેલ્લે ઓક્ટોબરમાં તેની ગોલ્ડ, ફ્રેશ અને શક્તિ મિલ્ક બ્રાન્ડના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કર્યો હતો. હવે ગુજરાત ડેરી સહકારી અમૂલે આજથી તાજા દૂધ પર પ્રતિ લિટર રૂ.3 સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ અમૂલ ગોલ્ડની કિંમત 66 રૂપિયા પ્રતિ લીટર થશે.
હવે આટલો ભાવ ચૂકવવો પડશે
કંપનીના જણાવ્યા અનુસાર, હવે અમૂલ તાજુ અડધુ લીટર દૂધ રૂ.27માં મળશે. જ્યારે તેના 1 લીટર પેકેટ માટે 54 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ ગોલ્ડનું અડધા કિલોનું પેકેટ એટલે કે ફુલ ક્રીમ દૂધ હવે રૂ.33માં ઉપલબ્ધ થશે. જ્યારે તેના 1 લીટર માટે 66 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ ગાયના દૂધના એક લિટરની કિંમત વધીને 56 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે અડધા લીટર માટે 28 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ભેંસનું A2 દૂધ હવે 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે.
તમને જણાવી દઈએ કે અમુલે દહીં અને અન્ય પ્રોડક્ટના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ ઓક્ટોબર 2022માં અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો. અમૂલ ઉપરાંત મધર ડેરીએ પણ દૂધ અને દૂધની પ્રોડક્ટના ભાવમાં વધારો કર્યો છે. દૂધના ઉત્પાદન અને સંચાલનના એકંદર ખર્ચમાં વધારો થવાને કારણે ભાવમાં વધારો થયો હતો. અમૂલે કહ્યું હતું કે એકલા પશુઓના ચારાની કિંમતમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે.
જાણો અમૂલની કિંમત હવે કેટલી થશે
કોંગ્રેસે ભાજપ પર કટાક્ષ કર્યો
કોંગ્રેસે ‘અચ્છે દિન’નો ઉલ્લેખ કરીને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે ટ્વીટ કર્યું કે છેલ્લા 1 વર્ષમાં અમૂલે દૂધના ભાવમાં 8 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે.